Rathyatra 2021: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ મોટા સમાચાર, અમિત શાહે રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા

સાંસદ કિરીટ સોલંકી અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા. અમિત શાહે ચાલુ વર્ષે જગન્નાથજીની રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા, તો સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું કે લાખો ભક્તોની શ્રદ્ધા રથયાત્રા સાથે જોડાયેલી છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની (Jagannathji) રથયાત્રાને લઈ મોટા સમાચાર મળી રહ્યાં છે. સાંસદ કિરીટ સોલંકી અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા. અમિત શાહે ચાલુ વર્ષે જગન્નાથજીની રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા, તો સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું કે લાખો ભક્તોની શ્રદ્ધા રથયાત્રા સાથે જોડાયેલી છે.

જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં કોરોના પ્રોટોકોલ મુજબ રથયાત્રાને લઇ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાએ પણ રથયાત્રાને પરવાનગી આપવાની અપીલ કરી છે.

કોરોનાને કારણે ગતવર્ષે જગન્નાથ યાત્રા જાહેરમાં નીકળી નહોંતી, ત્યારે હાલ જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જળયાત્રા અને રથયાત્રાની મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંપરાગત 18 ગજરાજ જળયાત્રામાં હાજર રહેશે. જેમાંથી મંદિરના મુખ્ય 1 ગજરાજ ભુદર નદીના આરે જળયાત્રામાં હાજર રહશે.

17 ગજરાજ મંદિરના પ્રાંગણમાં રહશે. ગજરાજાને અન્ય રાજ્યમાંતી મંદિર લાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ જગન્નાથજીના વાઘા બનાવવાનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં અષાઢી સુદ બીજના દિવસે નીકળતી રથયાત્રા આ વખતે નીકળશે કે નહીં તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવતા અંગકસરત કરતા પહેલવાનોએ પણ પોતાની તૈયારી આરંભી દીધી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati