Rathyatra 2021 : ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને કેબિનેટ બેઠકમાં મળી બહાલી, ગૃહપ્રધાને આપ્યા સંકેત, મોડી સાંજ સુધીમાં થશે સત્તાવાર જાહેરાત-સૂત્ર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત આજે 7મી જુલાઈની મોડી સાંજ સુધીમાં કરાય તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 2:03 PM

અમદાવાદમાં  ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ  કેબિનેટ બેઠકમાં મળી બહાલી મળી છે. કેબિનેટ બેઠક બાદ ગૃહપ્રધાનએ સંકેત આપ્યા  છે. મોડી સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કેબિનેટ બેઠકમાં રથયાત્રાને મંજુરી મળી ગઈ છે. પરંતુ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

યાત્રાના રુટ પર જનતા કરફ્યુ પણ લાગી શકે છે. સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની 10 કંપનીઓ અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે.

એટલું જ નહીં પણ જો રથયાત્રા નીકળે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા કાઢવામાં આવશે. તેમજ cctv મારફતે પોલીસ રથયાત્રા અને રૂટ પર નજર રાખશે. જેને લઈને પોલીસ વિભાગ દ્વારા રૂટ પર CCTV સેટઅપ પણ શરૂ કરી દેવાયો છે. તેમજ બંધ કેમેરાને શરૂ પણ કરાઈ રહ્યા છે. જેથી કોઈ ચૂક ન રહી જાય અને જો રથયાત્રાનો મંજૂરી મળે તો વગર અડચણે રથયાત્રા પાર પાડી શકાય.

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને પોલીસે રિહસર્લ અને મોકડ્રીલથી બંદોબસ્તની ચકાસણી કરી હતી. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર પોલીસનુ ફુટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને બેઠક કરવામા આવી હતી. સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતીની બેઠક અને પોલીસ બંદોબસ્તની સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">