Rathyatra 2021 : સોમનાથ ભુદરના આરે જળયાત્રા પૂજા, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની ઉપસ્થિતિ

Rathyatra 2021 : કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની 144ની રથયાત્રાનું આયોજન થશે કે નહીં તેને લઈને હજુ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા પૂર્વે જેઠ માસની પૂનમના રોજ યોજાતી જળયાત્રા મહોત્સવની કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે ઉજવણી કરી છે.

  • Publish Date - 9:35 am, Thu, 24 June 21 Edited By: Charmi Katira

Rathyatra 2021 : કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની 144ની રથયાત્રાનું આયોજન થશે કે નહીં તેને લઈને હજુ સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ રથયાત્રા પહેલા જેઠ પૂનમ એટલે કે ગુરુવારે અમદાવાદમાં (Ahmedabad) જળયાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ જલયાત્રામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે.

જળયાત્રા જગન્નાથ મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચી છે. ગંગા પૂજા કર્યા બાદ ભગવાનનો અભિષેક કરવા પાંચ કળશ, પાંચ ધજામાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પહોંચ્યા છે.

જળયાત્રા એ રથયાત્રાનું પ્રથમ ચરણ કહેવાય છે. જેમાં દર વર્ષે જ્યારે જળયાત્રા નીકળે છે ત્યારે તેમાં 108 કળશ. 5 ગજરાજ. ધજાઓ અને ઢોલનગારા સાથે હરિભક્તો જોડાતા હોય છે. પણ 2020 થી શરૂ થયેલા કોરોનાને લઈને આ વર્ષે રથયાત્રા પર તેની અસર જોવા મળી છે. કેમ કે ત્રીજી લહેરની શક્યતાઓ સેવાઇ રહી છે.

ત્યારે રથયાત્રા જો કાઢવામાં આવે એ મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાય અને તેમાંથી કોરોના સ્પ્રેડ થાય તે ચિંતા તંત્રને સતાવી રહી છે. જેને જોતા હજુ સુધી રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી.

મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે સરકાર જે નિર્ણય લેશે તેની સાથે તેઓ સહમત છે. કેમ કે કોરોના ગયો નથી. કોરોના યથાવત છે. અને દરેક નાગરિકની સુરક્ષા પણ જરૂરી છે. ત્યારે જળયાત્રા બાદ ચિત્ર સ્પષ્ટ થાય તેમ લાગી રહ્યું છે કે મહંત અને હરિભક્તોની આશા ફળે છે કે નહિ. કે પછી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ નગર ચર્ચા પર નહિ નીકળી શકે ?

આ વર્ષે અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને મહારાષ્ટ્રિયન રજવાડી સ્ટાઇલના વાઘા અર્પણ કરવામાં આવશે. આ રથયાત્રામાં ભગવાનના વાઘા માટે સફેદ અને વાદળી કલરનો ઉપયોગ કરવામાં આવશે. ભગવાનના વાઘાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલી વાર રથયાત્રા મંદિરના બહારના પરિસરમાં ફરી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati