Rakesh Tikait : રાકેશ ટિકૈતનું ગાંધી આશ્રમથી નિવેદન, “ગાંધીનગરમાં દિલ્લી જેવી સ્થિતિ ઉભી કરવી પડશે”

Rakesh Tikait : ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. બીજા દિવસે તેમણે ગાંધી આશ્રમની  મુલાકાત લીધી હતી. ટેકેદારો સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ તેમણે નિવેદન કર્યું હતું કે ગુજરાતનો ખેડૂત ભયમાં છે

| Updated on: Apr 05, 2021 | 10:53 AM

Rakesh Tikait : ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. બીજા દિવસે તેમણે ગાંધી આશ્રમની  મુલાકાત લીધી હતી. ટેકેદારો સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ તેમણે નિવેદન કર્યું હતું કે ગુજરાતનો ખેડૂત ભયમાં છે અને “ગુજરાતના ખેડૂતોને દબાવવામાં આવે છે”. તેમણે કહ્યું કે “ખેડૂતો માટે હરહંમેશ અવાજ ઉઠાવીશું” અને “ગાંધીનગરમાં દિલ્લી જેવી સ્થિતિ ઉભી કરવી પડશે” તેવું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. રાકેશ ટિકૈતને શંકરસિંહ વાઘેલાએ પણ સમર્થન આપ્યું છે. હવે તે કરમસદમાં સરદાર પટેલ સ્મારકની મુલાકાત લેશે તેમજ બારડોલીમાં ખેડૂતો સાથે  સંવાદ પણ કરશે.

કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતોને મળી રહેલા આગેવાન રાકેશ ટીકૈત બે દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા છે. રાકેશ ટીકૈતે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ રાકેશ ટીકૈત દર્શન બાદ કિસાન રથ પર શંકરસિંહ વાઘેલા અને ખેડૂતો આગેવાનો સાથે સવાર થઈ અંબાજીથી પાલનપુર સુધીના માર્ગ પર દાંતા, મોટાસાડા, જલોત્રા, ગોળામાં પહોચ્યા હતા. ખેડૂતોએ ઠેર-ઠેર રાકેશ ટીકૈતનું ઉષ્માભેર સ્વાગત કર્યું તો રાકેશ ટીકૈતને વિરોધનો પણ સામનો કરવો પડ્યો.

પાલનપુર નજીક કેટલાક લોકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો. પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી. આ પૂર્વે રાજસ્થાનના આબૂરોડથી ટ્રેક્ટર રેલી સાથે રાકેશ ટીકૈતે છાપરી બોર્ડર પહોંચ્યા. છાપરી સરહદે ખેડૂતોએ હળ આપી રાકેશ ટીકૈતને આવકાર્યા. રાજસ્થાનમાં રાકેશ ટીકૈતની ટ્રેક્ટર રેલી દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનો સદંતર ભંગ જોવા મળ્યો.

રાકેશ ટીકૈત કે અન્ય ખેડૂત આગેવાનો માસ્ક વગર દેખાયા હતા તો કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ટીકૈતની સાથે જ ટ્રેક્ટર પર માસ્ક વગર જોવા મળ્યાં હતા. કોરોનાનો સહેજપણ ડર ન હોય તેમ ટ્રેક્ટર પર મોટી સંખ્યામાં લોકો ચડી ગયા હતા. આવી બેદરકાર ભીડથી જ દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર ચિંતા વધારી રહ્યું છે.

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">