Rajkot: કમોસમી વરસાદને કારણે તલના પાકને ભારે નુકસાન, ખેડૂતો પાયમાલ

રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) પંથકમાં કમોસમી વરસાદ અને તાઉ તે વાવાઝોડાના કારણે તલના પાકને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 06, 2021 | 4:32 PM

Rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) પંથકમાં કમોસમી વરસાદ અને તાઉ તે વાવાઝોડાના કારણે તલના પાકને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તુટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા દોઢ વર્ષથી ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવસર્જિત આફતોએ કંગાળ કર્યા છે. હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

ધોરાજી પંથકમાં તાઉ તે વાવાઝોડાને કારણે અને કમોસમી વરસાદને કારણે તલનો પાક કાળો પડી ગયો છે. જેથી ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક વીઘા દીઠ રૂપિયા 6થી 8 હજારનો વાવેતરથી ઉત્પાદન સુધી ખર્ચ કરી નાખ્યો છે. પરંતુ હવે તલ કાળા પડી જવાને કારણે બજારમાં પૂરતા ભાવ મળતા નથી, એક વીઘા દીઠ 8થી 10 મણનું ઉત્પાદન મળવું જોઈ જે ઘટીને માત્ર 2 મણ ઉત્પાદન થયું છે.

હાલમાં ખેડૂતોએ મહા મહેનતે પકવેલા તલના પાકના પ્રતિ મણના રૂપિયા 1100થી 1200 મળી રહ્યા છે. જે ખેડૂતોને પોસાઈ એમ નથી. જેથી સરકાર તલની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરે અને ખેડૂતોને પૂરતા પોષણ સમ ભાવ મળે એવી વ્યવસ્થા કરી આપે તો સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

આ પણ વાંચો: સારા સમાચાર : કૃષિ ક્ષેત્રને કોઇ મોટી અસર નહિ કરે કોરોનાની બીજી લહેર : નીતિ આયોગ

Follow Us:
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">