RAJKOT :પેલેસ રોડ વિસ્તાર સ્વંયભૂ રહ્યો બંધ, સોની અને ઇમિટેશનના વેપારીઓએ લીધો નિર્ણય

Rajkotનો પેલેસ રોડ વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો છે. Rajkot શહેરના મોટાભાગના soni વેપારીઓએ જાતે જ બંધ પાળ્યો છે. રાજકોટ ગોલ્ડ ડિલર એસોસિએશન દ્વારા શુક્રવારે શનિ-રવિ સ્વયંભૂ બંધની જાહેરાત કરવામાં આવી હતી.

| Updated on: Apr 10, 2021 | 3:24 PM

Rajkotનો પેલેસ રોડ વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો છે. Rajkot શહેરના મોટાભાગના soni વેપારીઓએ જાતે જ બંધ પાળ્યો છે. રાજકોટ ગોલ્ડ ડિલર એસોસિએશન દ્વારા શુક્રવારે શનિ-રવિ સ્વયંભૂ બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેને વેપારીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. corona આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં અનેક સોની વેપારીઓના મૃત્યુ થયા છે. આથી soni વેપારીઓએ જાતે સમજણ કેળવી બે દિવસ બંધના નિર્ણયમાં જોડાયા છે. શનિવારે વહેલી સવારથી જ rajkotના મોટાભાગના શો-રૂમ બંધ જોવા મળી રહ્યાં છે. અહીં નોંધનીય છેકે સોનાની ઘડાઇમાં રાજકોટ વિશ્વભરમાં પ્રખ્યાત છે.

rajkot ઇમિટેશનની 1200 દુકાનો બંધ
rajkot ઇમિટેશનના વેપારીઓ પણ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. Saturday અને Sunday બે દિવસ ઇમિટેશનની 1200 દુકાનો બંધ જોવા મળી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ શુક્રવારે ઇમિટેશનના વેપારીઓને બંધ પાળવા અપીલ કરવામાં આવી હતી. રાજકોટનું ઇમિટેશન માર્કેટ દેશમાં પ્રખ્યાત છે. સવારથી જ મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી.

MARKET YARD અઠિવાડિયામાં ત્રણ દિવસ બંધ રહેશે

રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધિશો દ્વારા દર અઠિવાડિયાના friday, Saturday અને Sunday બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, અઠવાડિયામાં friday, Saturday અને Sundayના રોજ અનાજનું યાર્ડ બંધ રાખવામાં આવશે. શાકભાજી યાર્ડ આખા સૌરાષ્ટ્રને શાકભાજી પુરૂ પાડે છે. જે બંધ કરવું શક્ય નથી. જેથી અલગ વ્યવસ્થા કરાય છે. દરરોજ 10 કરોડનું ટર્નઓવર હતું જે બંધ પાળવાથી 5 કરોડનું થઇ જશે.

DHORAJIમાં વેપારી મંડળ બે દિવસ Saturday અને Sunday સંપૂર્ણ લોકડાઉનમાં જોડાયું

DHORAJIમાં વેપારી મંડળે બે દિવસ Saturday અને Sunday સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. આથી આજે DHORAJI શહેરની તમામ બજારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે. DHORAJIના વેપારીઓએ જણાવ્યું હતું કે, DHORAJIમાં કોરોના પોઝિટિવ કેસનું સંક્રમણ વધતાં તેને અટકાવવા માટે LOCKDOWN જાહેર કરાયું છે. DHORAJI શહેરની મેઈન બજાર, સ્ટેશન રોડ, સોની બજાર, નદી બજાર, જેતપુર રોડ સહિતના તમામ વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખ્યા છે. નગરજનો લોકડાઉનના પગલે પોત પોતાના ઘરે રહીને કોરોના સંકમણ અટકાવવા મદદરૂપ બન્યા છે. આજે બજારમાં લોકો નીકળ્યા નથી. DHORAJIમાં માત્ર દવા, દૂધની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">