RAJKOT : NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપ નેતા ઉદય કાનગડ વચ્ચે કલેકટર કચેરીમાં બોલાચાલી, જુઓ વીડિયો

RAJKOT : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

RAJKOT : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. તેવામાં રાજકોટ દ્વારા રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મામલો વધારે ઉગ્ર બનતાં રેશ્મા પટેલને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે ફોર્મ ભરવા માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ભાજપના લિસ્ટ મુજબ આજે ભાજપી ઉમેદવારો પણ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. પણ ફોર્મ ભરતાં સમયે એનસીપીના રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર કચેરીની અંદર જ બોલાચાલી થઈ ગઈ હતી. જોતજોતામાં રેશ્માએ પિત્તો ગુમાવી દીધો હતો.