RAJKOT : કોરોનાકાળમાં મોદી શાળાના સંચાલકોની દાદાગીરી, ફી નહીં ભરો તો વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ નહીં

RAJKOT : શહેર અને જિલ્લામાં કોરોનાકાળની મહામારીમાં પણ કેટલીક સ્કુલોની દાદાગીરી સામે આવી રહી છે. રાજકોટની મોદી સ્કૂલની દાદાગીરી સામે આવી છે.

| Updated on: Jun 09, 2021 | 5:27 PM

RAJKOT : શહેર અને જિલ્લામાં કોરોનાકાળની મહામારીમાં પણ કેટલીક સ્કુલોની દાદાગીરી સામે આવી રહી છે. રાજકોટની મોદી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જેમાં ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને એલ.સી પકડાવી દીધા હોવાની ઘટના બની છે. ફી મુદ્દે વાલીઓએ વિરોધ દર્શાવતા શાળાએ વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢી મુકાયા હોવાનું ખુલ્યું છે. એક વિદ્યાર્થીને ઘરે એલ.સી મોકલાવ્યું હોવાનું ખુલ્યું છે.

 

રાજકોટ શહેર અનેક શાળાઓમાં જૂની બાકી ફીને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો નથી. શહેરમાં આગળના ધોરણમાં પ્રવેશ નહિ અપાતો હોવાની અનેક વાલીઓએ ફરિયાદ કરી છે. ત્યારે આ બાબતે શાળા સંચાલકો, વાલીઓ અને શિક્ષણવિદ્દોએ જણાવ્યું છેકે, આવું કેટલીક શાળાઓ કરી રહી છે. જે વિદ્યાર્થીઓની જૂની ફી બાકી હોય તેમના વાલીઓને લેખિત પત્ર મોકલીને જણાવી દેવાયું છે કે પહેલા જૂના સત્રની ફી ભરશો તો જ બાળકને આગળના ધોરણમાં મોકલાશે.

આવી મોટાભાગની સ્કૂલના 10થી વધુ વિદ્યાર્થીઓ અને જિલ્લામાં કુલ અંદાજિત 4 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો નથી. આ સમગ્ર મામલે વાલીઓ અને વાલી મંડળના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ સચિવ અને શિક્ષણમંત્રી સુધી ફરિયાદ કરી છે. જોકે આ બાબતે હજું કોઇ નિરાકરણ આવ્યું નથી.

સોમવારથી ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરી દેવાયું છે. અને જે વિદ્યાર્થીઓને પ્રવેશ નથી અપાયો તે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણથી પણ વંચિત રહે છે. ફી ભર્યા બાદ જ ઓનલાઈન શિક્ષણ આપશે તેવું સંચાલકોએ વાલીને કહ્યું છે.

કોઈપણ શાળા વિદ્યાર્થીનું પ્રમોશન અટકાવી ન શકે
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં બધા ધોરણમાં માસ પ્રમોશન જ અપાયું છે. અને આ સરકારનો નિર્ણય છે કોઈપણ શાળા વિદ્યાર્થીનો આગળના ધોરણમાં પ્રવેશ અટકાવી શકશે નહીં. અગાઉ જે તે શાળાઓની ફી અને પ્રવેશ સંબંધિત વાલીઓની જે કોઇ ફરિયાદ આવી હતી. તેમાં સ્કૂલ-વાલીના પ્રશ્નોનું નિરાકરણ કરી દેવાયું છે, હજુ પણ કોઈ વાલીને મુશ્કેલી હોય તો ડીઈઓ કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">