RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક, યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખુશ

RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. એક જ દિવસમાં ડુંગળીના એક લાખ કટ્ટા માર્કેટયાર્ડમાં ઠલવાતા ઉભરાઈ ગયું છે.

  • Publish Date - 4:10 pm, Tue, 2 February 21

RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. એક જ દિવસમાં ડુંગળીના એક લાખ કટ્ટા માર્કેટયાર્ડમાં ઠલવાતા માર્કેટયાર્ડ સફેદ અને લાલ ડુંગળીથી ઉભરાઈ ગયું છે. ખેડૂતોને લાલ ડુંગળીનો 20 કિલોનો ભાવ 101થી 700 રૂપિયા મળ્યો હતો. જ્યારે સફેદ ડુંગળીનો ભાવ 131થી 341 રૂપિયા મળ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે ડુંગળી ભરેલા વાહનોની 4 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. જેને ખાલી કરતા બપોર સુધીનો સમય લાગી ગયો હતો. હાલ માર્કેટયાર્ડ ભરાઈ ગયું હોવાથી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે.