Rajkot : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ ધોરાજી વહીવટી તંત્ર એલર્ટ, 125 બેડની કરી વ્યવસ્થા

Rajkot : રાજ્ય સરકારે ત્રીજી સંભવિત લહેર સામે સંપૂર્ણ સજ્જતા કેળવવા મે મહિનાના બીજા સપ્તાહથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 19, 2021 | 12:10 PM

Rajkot : કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈને રાજ્ય સરકાર સજ્જ થઇ ગઈ છે. રાજ્ય સરકારે ત્રીજી સંભવિત લહેર સામે સંપૂર્ણ સજ્જતા કેળવવા મે મહિનાના બીજા સપ્તાહથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી 125 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ તમામ બેડ પર ઓકસિજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્રીજી લહેર સામે પહોંચી વળવા ધોરાજીના નાયબ કલેકટરે બાળ રોગ નિષ્ણાત ડોકટરો બેઠક કરી છે. આ સાથે જ કોરોનાની ત્રીજી લહેરમાં ધોરાજીના તમામ બાળ રોગ નિષ્ણાત ડોકટરો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સેવા આપશે.

નોંધનીય છે કે, ઓક્સિજન બેડની સંખ્યા 61,000 વધારી 1,10,000 કરવામાં આવશે. વૅન્ટિલેટરની સંખ્યા 7 હજારથી વધારીને 15 હજાર એટલે કે બમણાથી વધુ કરવામાં આવશે. રાજ્યમાં આઈ.સી.યુ. બેડની સંખ્યા 15 હજારથી વધારીને બમણી એટલે કે 30 હજાર કરવામાં આવશે.રાજ્યમાં કોવિડ ફૅસિલિટી 1800થી 2400 કરવામાં આવશે.

આ સાથે ત્રીજી લહેર સામે લડવા માટે સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા 2350 વધારી 4000 કરવામાં આવશે. એમ.બી.બી.એસ. તબીબની સંખ્યા 5200થી વધારી 10,000 થશે. નર્સની સંખ્યા 12 હજારથી વધારી 22 હજાર કરવામાં આવશે. વર્ગ-4ના કર્મચારીઓની સંખ્યા 8 હજારથી વધારે 15 હજાર કરવાનો નિર્ણય કર્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">