RAJKOT : જસદણના ખડવાવડી ગામે દીપડાએ 16 બકરાંના મારણ કર્યા

RAJKOT જિલ્લામાં સિંહના આતંક બાદ દીપડાનો આતંક સામે આવ્યો છે. જસદણ તાલુકાના નાના એવા ખડવાવડી ગામમાં દીપડાના આતંકથી ખડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 25, 2021 | 9:10 AM

RAJKOT જિલ્લામાં ફરી દીપડાનો આતંક સામે આવ્યો છે. જસદણ તાલુકાના ખડવાવડી ગામે 16 બકરાંના મારણ કર્યું છે. જસદણના ખડવાવડી ગામે સવાભાઇ માલધારીના વાડામાં શનિવારની રાત્રે એક દીપડો 6 ફૂટ ઉંચી દીવાલ કૂદી અંદર ઘૂસ્યો હતો અને 16 બકરાનું મારણ કર્યુ હતું. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી આવી છે. નાના એવા ખડવાવડી ગામમાં દીપડાના આતંકથી ખડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દીપડાના હુમલાની જાણ થતા જ આસપાસની વાડીમાંથી ખેડૂતો એકત્ર થઇ ગયા હતા અને હાકલા પડકારા કરતા દીપડો નાસી ગયો હતો. વન વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. હાલ વન વિભાગની ટીમ દીપડાના પગના નિશાન લેવા મથી રહી છે. પરંતુ જમીન પથરાળ હોવાથી દીપડાના સગડ મળતા નથી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">