Rajkot Corona update: ઓક્સિજન બાદ રેમડેસિવિર પણ થયા ખાલી, દર્દીનાં પરિવારજનો સવારે 4 વાગ્યાથી લગાવે છે લાઈન

Rajkot Corona Update: ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર યથાવત છે. રાજ્યનાં વિવિધ શહેરમાં હજુ ઉપાધીઓ હેઠે બેસવાનું નામ નથી લઈ રહી. વાત કરીએ રાજકોટની તો, શહેરમાં ઓક્સિજન બાદ હવે રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ખાલી થઈ ગયો છે.

Rajkot Corona Update: રાજકોટ શહેરમાં ઓક્સિજન બાદ હવે રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ખાલી થઈ ગયો છે. દર્દીના સગાઓ ઇન્જેકશન લેવા માટે વહેલી સવારના 4 વાગ્યાથી કતારમાં ઉભા રહ્યા હોવાનાં દ્રશ્યો સામે આવ્યા હતા. આ અંગે તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે ઇન્જેક્શન આવશે તો આપવામાં આવશે.

 

જણાવવું રહ્યું કે અમદાવાદમાં પણ આ જ રીતે રેમડેસિવિર ન મળવાનાં કારણે દર્દીઓ સાથે સગા પણ પરેશાન થઈ ગયા હતા. કેડીલાની બહાર આજ રીતની લાંબી લાઈનો જોવા મળી હતી. હાઈકોર્ટની દખલગીરી બાદ આ ઈન્જેક્શનનાં વપરાશ અને જથ્થા પર સવાલ ઉઠ્યા હતા કે જે હજુ પણ યથાવત છે. આહના અને ગુજરાત સરકારનાં અધિકારીઓ વચ્ચેની ખેચતાણ તેનો શ્રેષ્ઠ નુમનો છે.

વાર રાજકોટ શહેરની કરીએ તો શહેરમાં ઓક્સિજનની સ્થિતિ ચિંતાજનક જોવા મળી છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટી જવાને લઈ ગંભીર સ્થિતિ ઉભી થયા બાદ, હોસ્પિટલોએ જિલ્લા કલેક્ટરને પત્ર લખવાની ફરજ પડી હતી.
ગઇકાલે બે હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ પડ્યા બાદ 72 દર્દીઓના જીવ જોખમમાં મૂકાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી.
IMAના હોદ્દેદારો પણ આ જ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરને મળીને ઓક્સિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં આપવા રજૂઆત કરશે. રાજકોટમાં કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનના સ્ટોકને લઇને સમસ્યાઓ ઉભી થઈ છે.

રાજકોટમાં આટ આટલી આફત વચ્ચે અમુક તત્વો એવા પણ છે કે જે આફતમાં અવસર શોધી રહ્યા છે. ઘટના સામે આવી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તે જ્યાં બેડ આપવાની લાલચે 9 હજાર પડાવવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં એક સિવિલ હોસ્પિટલનો એટેન્ડન્સ છે, જ્યારે બીજો હોસ્પિટલનો સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવે છે.

આ બંને આરોપીઓ દર્દીઓના સગા પાસેથી બેડ અપાવવાની લાલચે રૂપિયા ખેંખેરતા હતા, જેમાં દર્દીના સગા પાસેથી 9 હજાર પડાવ્યાનો કિસ્સો સામે પણ આવ્યો હતો ત્યારે આ સમગ્ર કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચે હોસ્પિટલના બે કર્મચારીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલના અન્ય કોઇ કર્મચારીની સંડોવણી સામે આવે છે કે કેમ.