RAJKOT : CIVIL હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇન લાગી, આ લાઇન કયારે ખતમ થશે ?

RAJKOT : શહેર અને જિલ્લામાં CORONAએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે CORONAનું સંક્રમણ વધતુ જાય છે. અને, રોજ પોઝિટિવ કેસની સંખ્યા 600ને પાર કરી રહ્યો છે.

| Updated on: Apr 16, 2021 | 2:28 PM

RAJKOT : શહેર અને જિલ્લામાં CORONAએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે CORONAનું સંક્રમણ વધતુ જાય છે. અને, રોજ પોઝિટિવ કેસની સંખ્યા 600ને પાર કરી રહ્યો છે. ત્યારે આજે ફરી CIVIL હોસ્પિટલ બહાર 20થી વધુ એમ્બ્યુલન્સની લાઇન લાગી જતા ચિંતાનો વિષય બન્યો છે. ધોમધખતા તાપમાં જ એમ્બ્યુલન્સની અંદર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ LINE ક્યારે ખતમ થશે તે એક મોટો સવાલ છે. તંત્રએ દર્દીના જીવ સાથે રમત શરૂ કરી કે શું તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યો છે.

 

 

2થી 3 કલાકનું વેઇટિંગ
રાજકોટ CIVIL હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી છે. એક એમ્બ્યુલન્સને 2થી 3 કલાકે અંદર જવા દેવામાં આવે છે. 108 અને ખાનગી એમ્બ્યુલન્સની લાઇનનું દ્રશ્ય લોકોમાં ભય ઉભો કરી રહ્યું છે. CIVIL હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી ન હોવાથી ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા છે. બેડ વધ્યા છે તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ વારો કેમ આવતો નથી તેવો મણ એકનો સવાલ લોકોમાં થઇ રહ્યો છે.

શું દર્દીના જીવ સાથે રમત શરૂ થઇ
CORONA મહામારીમાં દર્દીઓને HOSPITALમાં જગ્યા મળતી નથી. શું તંત્ર દ્વારા દર્દીના જીવ સાથે રમત શરૂ કરવામાં આવી છે તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો છે. CIVILમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની લાઇનથી ચૌધરી હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ પણ ટૂંકુ પડી રહ્યું છે. હાલ ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડના દરવાજા સુધી એમ્બ્યુલન્સની લાઇન પહોંચી ગઇ છે. સવારના 7 વાગ્યાના દર્દીઓ પોતાના વારાની રાહ જોઇ રહ્યાં છે. આથી એમ્બ્યુલન્સની અંદર જ સારવાર આપવામાં આવી રહી છે. હવે વારો નહીં આવે તો દર્દીઓની પરિસ્થિતિ બગડે તેવી શક્યતા સેવાઇ રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">