લાલ કિલ્લાની હિંસાના માસ્ટર માઈન્ડ દીપ સિદ્ધુ સહીત 7 લોકો પર જાહેર થયા ઇનામ, જાણો વિગત

દિલ્હી પોલીસે આરોપીઓની શોધખોળની પ્રક્રિયા તેજ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની 13 ટીમો તપાસ કરી રહી છે, જેમણે 50 થી વધુ ઉપદ્રવીઓની ઓળખ કરી લીધી છે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 03, 2021 | 10:52 AM

દિલ્હી પોલીસે દીપ સિધ્ધુ, જુગરાજ સિંઘ, ગુરજોત સિંહ અને ગુરજંત સિંહની બાતમી આપનાર પર 1 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.

એટલું જ નહીં પોલીસે હિંસામાં સામેલ અન્ય ચાર લોકો પર પણ 50-50 હજારનું ઇનામ જાહેર કર્યું છે. જેમાં જાજબીર સિંઘ, બૂટા સિંઘ, સુખદેવ સિંહ અને ઇકબાલ સિંહનું નામ શામેલ છે. દિલ્હી પોલીસે હિંસાની તપાસ માટે સંયુક્ત કમિશનર બી.કે.સિંઘની આગેવાની હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. એસઆઈટીની આ ટીમમાં ડીસીપી જોય તુર્કી, ભીષણ સિંહ અને મોનિકા ભારદ્વાજ પણ શામેલ છે.

26 જાન્યુઆરીની હિંસા બાદ મુખ્ય આરોપી દીપ સિધ્ધુ, ગેંગસ્ટર લક્ખા સિધાના અને લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવનારા જુગરાજ ફરાર છે. મોટી વાત એ છે કે દીપ સિદ્ધુ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી રહ્યો છે તેમ છતાં પોલીસ તેને પકડી નથી શકી. દિલ્હી પોલીસે હિંસા કરનારા 12 લોકોની તસવીરો પણ જાહેર કરી છે.

જાણકારી અનુસાર દીપ સિદ્ધુ બિહારમાં છુપાયો હોવાની શંકા છે. દિલ્હી પોલીસે આરોપીઓની શોધખોળની પ્રક્રિયા તેજ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની 13 ટીમો તપાસ કરી રહી છે, જેમણે 50 થી વધુ ઉપદ્રવીઓની ઓળખ કરી લેવામાં આવી છે. હિંસા બાદ 14 ટ્રેકટર પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે તેની કાર્યવાહી આગળ ધપાવી છે. તે જ સમયે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દોષીઓને કોઈપણ રીતે બક્ષવામાં આવશે નહીં.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">