PM MODI એ વીડિયો અને ફોટોગ્રાફ કર્યા પોસ્ટ, કેવડિયા સ્થિત SOUનો અદભૂત નજારો

PM MODI કેવડિયા રેલવે સ્ટેશનનું વર્ચ્યુલ લોકાર્પણ કરશે. જોકે આ વર્ચ્યુલ લોકાર્પણ અગાઉ પીએમ મોદીએ પોતાની ખુશી વ્યક્ત કરી.

| Updated on: Jan 17, 2021 | 10:21 AM

PM MODI કેવડિયા રેલવે સ્ટેશનનું વર્ચ્યુલ લોકાર્પણ કરશે. જોકે આ વર્ચ્યુલ લોકાર્પણ અગાઉ પીએમ મોદીએ પોતાની ખુશી વ્યક્ત કરી. અને ટ્વીટ કરીને આજના કાર્યક્રમની જાણકારી આપી હતી. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભામાં થનારા વધારાને લગતા કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યા. પીએમ મોદીએ ટ્વીટ કરેલા વીડિયોમાં કેવડિયા સ્થિત SOUનો અદભૂત નજરો જોવા મળ્યો. રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠેલું કેવડિયા રેલવે સ્ટેશન દેશનું પ્રથમ ગ્રીન સર્ટિફિકેટ ધરાવતું રેલવે સ્ટેશન છે. ત્યારે ગુજરાતને મળનારી આ ભેટથી રોજગારી સાથે વ્યવસાયની તકોમાં વધારો થશે તેમા કોઇ બે મત નથી.

 

 

 

ટુરિસ્ટ હબ બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત દર્શનિય સ્થળો જોવા માટે કેવડિયા પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે. ત્યારે કેવડિયાને હવે રેલવે કનેક્ટિવિટી મળશે. રેલવે વિભાગ દ્વારા કેવડિયા ટ્રેન મારફતે પહોંચી શકાય તે માટે વડોદરાથી વાયા ડભોઇ, ચાણોદ થઇને કેવડિયા સુધી નવી રેલવે લાઇન નાખવામાં આવી છે. અને SOUથી 5 કિમીના અંતરે આધૂનિક સુવિધાથી સજ્જ કેવડિયા રેલવે સ્ટેશનનું નિર્માણ કરાયું છે.

હવે વાત કરીએ વિસ્ટો ડોમ કોચની. કેવડિયા સહિતના આસપાસના પર્યટનસ્થળોની ઝલક હવે ટ્રેનમાં બેઠાં-બેઠાં માણી શકાશે. રેલવે દ્વારા શરૂ કરાનાર અમદાવાદ-કેવડિયા ઇન્ટરસિટી ટ્રેનમાં આધૂનિક સુવિધાયુક્ત વિસ્ટાડોમ કોચ જોડાશે. જેના સાઇડ ગ્લાસમાંથી મુસાફરો એરિયલ વ્યુની સાથે બેક વ્યુનો નજારો પણ માણી શકશે. LHB વિસ્ટાડોમ કોચ ચેન્નઇની ફેક્ટરીમાં તૈયાર કરાયા છે. જેમાંથી એક કોચ અમદાવાદને ફાળવાશે.આરામદાયક 44 જેટલી બેઠક ધરાવતા કોચની ત્રણ સાઇડમાં પારદર્શક ગ્લાસ છે.તો દરેક બેઠક 180 ડિગ્રી સુધી ફરી શકે તેવી હશે.જેથી મુસાફરો સીટ પર બેઠાં બેઠાં જ આસપાસનો નજારો માણી શકશે.સાથે જ ફોટોગ્રાફીનો પણ આનંદ માણી શકશે.વિસ્ટાડોમ કોચમાં વાઈફાઈ, સ્મોક ડિટેક્શન એલાર્મ, ચાર્જિંગ પોઈન્ટ, જીપીએસ સિસ્ટમ, મ્યુઝિક માટે એલઈડી સ્ક્રીનની સાથે સાઉન્ડ સિસ્ટમ, લગેજ માટેના પાર્ટિશન અને આઉટડોરની સુવિધા હશે.તો આ કોચમાં મિનિ પેન્ટ્રી, હોટકેસ, માઈક્રોવેવ ઓવન, કોફી મશીન અને ફ્રીઝની સુવિધા પણ મુસાફરોને મળશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">