ખુશખબર: ખેડૂતોને પોતાની ખેતપેદાશના વેચાણ માટે પોસ્ટ વિભાગ ડિજિટલ પ્લેટફોર્મ પૂરૂ પાડશે, પાઈલોટ પ્રોજેકટ માટે મહેસાણા અને ગોંડલ પર પસંદગી

ખેડૂત સીધો ખરીદાર સાથે વાત કરી પોતાનો પાક વેચી શકશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને કમિશન લેતા લોકોથી રાહત મળશે.

| Updated on: Jun 30, 2021 | 8:34 PM

રાજ્યમાં પોસ્ટ વિભાગ (Post Department) ખેડૂતોને તેમની ખેતપેદાશ પોતાને અનુકુળ ભાવે વેચી શકે તે માટે ડીજીટલ પ્લેટફોર્મ (Digital platform) પૂરું પાડશે. શરૂઆતના તબક્કામાં પાઈલોટ પ્રોજેકટ (pilot project) તરીકે મહેસાણા અને ગોંડલની પસંદગી  કરવામાં આવી છે. જેમાં મહેસાણા જીલ્લા પોસ્ટ વિભાગનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જુઓ Video

 

મહેસાણા અને ગોંડલની પાઈલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી

આ પ્રોજેક્ટમાં ખેડૂતોએ પોસ્ટ ઓફિસોમાંથી રજીસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે ઓછામાં ઓછો 10 ટન પાક હોવો જોઈએ અને આમાં જે ખેડૂત પાસે 10 ટન ઉત્પાદન ન હોય તે અન્ય ખેડૂતો સાથે મળી સાથે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

 

આ વિગત પોસ્ટ દ્વારા એગ્રીબીડ કંપનીના માધ્યમ થકી ઓનલાઈન મુકવામાં આવશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે અને પોતાના મહામુલી પાકના પુરા પૈસા મેળવી શકશે.

 

આ પણ વાંચો : Panchmahal: ખેડૂતોની માંગને લઈને પાનમ ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયુ, 100 ગામના ખેડૂતોને થશે લાભ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">