Porbandar: જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટનો જોરશોરથી વિરોધ

જેતપુરના સાડી ઉદ્યોગનું દુષિત પાણી (Water) પોરબંદરના દરિયામાં ઠાલવવા માટે પ્રોજકેટને લઈને હુંસાતુંસી વધી છે. પ્રકૃતિપ્રેમી, ધરતીપુત્રોથી લઈને સાગરખેડૂ પણ વિરોધ કરી રહ્યાં છે.

| Updated on: Jun 10, 2021 | 7:11 PM

જેતપુરના સાડી ઉદ્યોગનું દુષિત પાણી (Water) પોરબંદરના દરિયામાં ઠાલવવા માટે પ્રોજકેટને લઈને હુંસાતુંસી વધી છે. પ્રકૃતિપ્રેમી, ધરતીપુત્રોથી લઈને સાગરખેડૂ પણ વિરોધ કરી રહ્યાં છે. પ્રોજેકટનો વિરોધ શરૂ થતા હવે દુષિત પાણીનો નિકાલ ક્યાં કરવો તે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે.

જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. કેમિકલયુક્ત પાણીને ટ્રીટ કરીને દરિયામાં નિકાલ કરવાનો આ પ્રોજેક્ટ છે. જેની સામે માછીમારો, પ્રકૃતિ પ્રેમીઓ અને ખેડૂત આગેવાનોએ વિરોધ નોંધાવવાની સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

કારણે કે જેતપુરમાં મોટાપાયે ધમધમતા સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં નિકાલ કરવાથી માછલી સહિતના જળચર પ્રાણીઓના આરોગ્યને નુક્સાન કરે છે. આ માછલીઓ વિદેશમાં પણ એક્સપોર્ટ થતી હોય છે, જેથી તેની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠે. જેના કારણે મત્યઉદ્યોગને મોટાપાયે નુક્સાન થાય તેમ છે. સમુદ્ર જીવો પર ખતરાની સાથે સાથે મત્યોદ્યોગને પણ ખૂબ નુક્સાન વહોરવું પડે તેવી સ્થિતિ હોવાથી આ પ્રોજેક્ટ સામે માછીમારોમાં રોષ વ્યાપ્યો છે.

તો બીજી તરફ પ્રકૃતિપ્રેમીઓ સવાલ ઉઠાવી રહ્યા છે. જો કેમિકલયુક્ત પાણીને ટ્રીટ કરીને, સારું સમુદ્રમાં છોડવાનું હોય તો આ પાણીનો જેતપુરમાં જ નિકાલ શા માટે નથી કરાતો? આ સવાલની સાથે ઓખાથી દીવ સુધીના કિનારા પર વસતા લાખો માછીમારોની આજીવિકાનો પણ પ્રશ્ન ઉભો થાય છે. જેથી પ્રકૃતિ પ્રેમીઓ કોઈપણ ભોગે આ પ્રોજેક્ટને આગળ વધવા દેવા નથી માગતા. જરૂર પડ્યે તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે.

આ તરફ ખેડૂતો સામે પણ પ્રદૂષિત પાણીનો ખતરો મંડરાયેલો છે. જેતપુરના સાડી ઉદ્યોગ પ્રદૂષિત પાણીની લાઈન ઘેડ પંથકમાંથી પસાર થવાની છે. આ લાઈન જમીન માર્ગે નીકળવાની હોવાથી ખેતરો ખોદવા પડે તેમ છે. જો ભવિષ્યમાં પાઈપ લીકેજ થાય અથવા બીજો કોઈ પ્રશ્ન ઉભો થાય તો ફળદ્રુપ જમીનને મોટું નુક્સાન જાય તેમ છે. ભવિષ્યમાં હજારો ખેડૂતોના ખેતરો નકામા બની જાય તેવી શક્યતા રહેલી છે. જેથી ખેડૂતો કોઈપણ ભોગે આ પ્રોજેક્ટને સફળ થવા દેવા નથી માગતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">