ચાલુ ગાડીમાંથી ઉતરતા લોકોને જોઈને તમે પણ ચોંકી ઉઠશો, જુઓ આ ખતરનાક સ્ટંટ કરતા યુવકોનો વીડિયો

ચાલુ ગાડીમાંથી ઉતરતા લોકોને જોઈને તમે પણ ચોંકી ઉઠશો, જુઓ આ ખતરનાક સ્ટંટ કરતા યુવકોનો વીડિયો

ચાલતી કારમાં ખતરનાક સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચાલુ કારમાં નીચે ઉતરતા યુવકને જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

TV9 GUJARATI

| Edited By: Hasmukh Ramani

Jul 07, 2021 | 3:23 PM

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સ્ટંટ કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ એક ચાલતી કારમાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો મળીને કાર સાથે મળીને એવા સ્ટંટ કરી રહ્યા છે કે, તમે પણ જોઈને ચોંકી જશો. સોશિયલ મીડિયા પર હાલ યૂઝર્સ આ આશ્ચર્ય પમાડતા વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે.

આજકાલ લોકો ગમે તે જગ્યા પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. આ પ્રકારના સ્ટંટ કરવામાં લોકો તેમના જીવનની પણ પરવા કરતા નથી. તેઓએ માત્ર વીડિયો બનાવવા માટે આ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, આસપાસ રણ હોય અને તેની વચ્ચે સમાંતર જતા એક રસ્તા પર યુવકો દ્વારા જીપને ત્રંસી કરીને ચલાવવામાં આવી રહી છે. આ જોઈને લાગે છે કે તે હવે પછીની ક્ષણે પડી જશે. પરંતુ બે લોકો આ ચાલુ કારમાંથી નીચે ઉતરતા હોય પણ દેખાઈ રહ્યા છે.

વીડિયો જોઈને તમે પણ સમજી ગયા હશો કે સ્ટંટ કેટલો ખતરનાક છે. આ વીડિયોને ‘jatt.life’ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખુબ શેર કરી રહ્યા છે. યૂઝર્સ પણ તેના પર ઇમોજી શેર કરીને રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(નોંધ: કોઈને પણ શારીરિક હાનિ પહોંચે તેવા સ્ટંટ કરવાને લઈ અમે કોઈ પ્રોત્સાહન આપતા નથી. આવા નુક્સાન પહોંચાડે તેવા સ્ટંંટ કરવા ન જોઈએ)

આ પણ વાંચો: Madhya Pradesh: ચોરે પોલીસકર્મીના ઘરે કરી ચોરી, પત્ર લખીને કહ્યું ‘સોરી દોસ્ત, મજબૂરી છે’

આ પણ વાંચો: Domestic Flight: કોરોના હળવો પડતા જ હવાઈ મુસાફરોની સંખ્યામાં નોંધાયો મોટો વધારો, સર્વે પ્રમાણે 42% વૃદ્ધિ નોંધાઈ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati