WTC 2021: ઈગ્લેન્ડ પ્રવાસ પહેલા ઋષભ પંતે બતાવી ફિટનેસ કરતબ, તમે પણ જોઇને બોલી ઉઠશો એક દમ ફીટ !

WTC 2021: ઋષભ પંત (Rishabh Pant) ને માટે વર્ષ 2021 શરુઆત થી સારુ નિવડી રહ્યુ છે. જોકે તેને IPL સ્થગીત થવાને લઇને કેપ્ટનશીપ પુરી ટુર્નામેન્ટ દરમ્યાન નિભાવવાનુ સપનુ અધૂરુ રહી શકે છે. ઓસ્ટ્રેલીયા અને ઘર આંગણે ઇંગ્લેંડ સામેની તેનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે.

WTC 2021: ઈગ્લેન્ડ પ્રવાસ પહેલા ઋષભ પંતે બતાવી ફિટનેસ કરતબ, તમે પણ જોઇને બોલી ઉઠશો એક દમ ફીટ !
Rishabh Pant
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 26, 2021 | 6:30 PM

WTC 2021: ઋષભ પંત (Rishabh Pant) ને માટે વર્ષ 2021 શરુઆત થી સારુ નિવડી રહ્યુ છે. જોકે તેને IPL સ્થગીત થવાને લઇને કેપ્ટનશીપ પુરી ટુર્નામેન્ટ દરમ્યાન નિભાવવાનુ સપનુ અધૂરુ રહી શકે છે. ઓસ્ટ્રેલીયા અને ઘર આંગણે ઇંગ્લેંડ સામેની તેનુ પ્રદર્શન શાનદાર રહ્યુ છે. તેણે ટેસ્ટ ટીમમાં પણ પોતાનુ સ્થાન બનાવી લીધુ છે. હાલમાં તે મુંબઇમાં ક્વોરન્ટાઇન હેઠળ છે, જયાં તેણે હોટલમાં તાલીમ દરમ્યાન સ્ટંટ કરીને દંગ રાખી દીધા છે.

ટીમ ઇન્ડીયા (Team India) હાલમાં ઇંગ્લેંડ પ્રવાસ રવાના થતા પહેલા મુંબઇમાં બાયોબબલમાં છે. જ્યાં ક્રિકેટરો ઇંગ્લેંડ પ્રવાસ પહેલા શરિરને ચુસ્ત રાખવા માટે વર્ક કરી રહ્યા છે. આ દરમ્યાન જ ઋષભ પંતે એક જબરદસ્ત સ્ટંટ કર્યો છે અને તે સ્ટંટનો વિડીયો પણ તેણે શેર કર્યો છે. જે વિડીયો પર ફેંન્સ પણ જાણે કે આફરીન પોકારી ગયા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

વિડીયોની વાત કરવામાં આવે તો, પંત પહેલા જીમમાં સિધો ઉભો રહે છે. ત્યાર બાદ તે પોતાની પાછળની બાજુએ પુરુ શરીર ધનુષની માફક વાળી દે છે. બંને હાથ તે પાછળની બાજુ થી જમીન પર અડકાવી દીધા હોય છે. પાછો સીધો થવા માટે પણ પંત એકદમ સ્ફૂર્તી થી જ ઉભો થઇ જાય છે. પંતે વિડીયો શેર કરતા લખ્યુ હતુ કે, કેટલીક વખત દુનિયા તમને ઉલટ પુલટ નજર આવી સકે છે, જોકે લક્ષ્ય હંમેશા નજર સામે જ હોવુ જોઇએ.

View this post on Instagram

A post shared by Rishabh Pant (@rishabpant)

ટીમ ઇન્ડીયા આગામી 2 જૂને ઇંગ્લેંડ પ્રવાસ ખેડવા માટે રવાના થશે. વિરાટ કોહલી (virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) સહિતના ખેલાડીઓ હાલમાં બાયોબબલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. જોકે તેઓએ હોટલના બાયોબબલ વિસ્તારમાં જ વર્કઆઉટ કરી રહ્યા છે. હોટલના રુમમાં પણ ખેલાડીઓને વર્કઆઉટ ઇક્વીપમેન્ટ પૂરા પાડવામાં આવ્યા છે. ઋષભ પંત પોતાની ફિટનેશ પર પુરુ ધ્યાન આપી રહ્યો છે, જ્યાં તે પોતાની ફિટનેશ પર કામ કરી રહ્યો છે અને વજન પણ ઓછુ કર્યુ છે.

ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન 18 મી જૂન થી શરુ થતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઇનલ મેચ રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">