Rajkot Corona Update: રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેક્શન ન મળતા પરિવાર જનની આત્મહત્યાની ચિમકી, પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો

Rajkot Corona Update: રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દર્દીના સ્વજને ઇન્જેક્શન નહીં મળે તો કલેક્ટર ઓફિસમાં આત્મહત્યાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

| Updated on: Apr 25, 2021 | 9:13 AM

Rajkot Corona Update: રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દર્દીના સ્વજને ઇન્જેક્શન નહીં મળે તો કલેક્ટર ઓફિસમાં આત્મહત્યાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઉપલેટાનાં દર્દીઓને ઓનલાઇન નોંધણી અને પૈસા ભર્યા બાદ પણ ઇન્જેક્શન નહી મળતા પરિવારજનોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. દર્દીનાં પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર્દીઓને ધોરાજી હોસ્પિટલના ધક્કા ખવડાવવામાં આવે છે અને બે દિવસ બાદ પણ ઈન્જેક્શન આપવામાં નથી આવતા.

ઈન્જેક્શન લાગવગથી અન્ય લોકોને આપી દેવાતા હોવાનો પણ દર્દીના સગા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલો વિડિયો ધોરાજી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડનો વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને સાથે રાખીને લોકો દબાવવા આવતા હોવાની ફરિયાદો પણ ઘણી ઉઠી રહી છે. પરિવાર જનો દ્વારા આપવામાં આવેલી આત્મહત્યાની ચિમકી બાદ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટરે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

રાજકોટમાં આ પહેલી વારનું નથી. આ અગાઉ પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ કર્યો હતો. ગુરૂ પ્રસાદ ચોક નજીકથી રેમડેસિવિર ઇન્જેક્શન આપવા આવેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ 4 હજાર 500 રૂપિયાનું રેમડેસિવિર ઇન્જેક્શન રૂપિયા 10 હજારમાં વેચતા હતા. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાનગી ડ્રેસમાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર્સ બહાર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન માહિતી મળી હતી કે દેવાંગ મેર નામનો શખ્સ રેમડેસિવિર ઇન્જેક્શન કાળાબજારી કરી રહ્યો છે. પોલીસે છટકું ગોઠવીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોવાનું કહીને તેને ગુરૂપ્રસાદ ચોક નજીક બોલાવ્યો હતો. જ્યાં આરોપી દેવાંગ મેરે 10 હજારમાં રેમડેસિવિર ઈન્જેક્શન વેચતા પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પૂછપરછમાં સામે આવ્યું કે આ ઈન્જેક્શન તે તેના મિત્ર પરેશ વાજા પાસેથી લાવ્યો હતો. પોલીસે પરેશ વાજાની પણ ધરપકડ કરીને પૂછપરછ કરી જેમાં સામે આવ્યું કે તે સત્કાર હોસ્પિટલમાં નર્સિંગની કામગીરી કરે છે. આરોપી પરેશ જે દર્દીને ઈન્જેક્શનની જરૂર ન હોય તેના નામે ઈન્જેક્શન લઈ લેતો હતો અને મિત્ર દેવાંગ સાથે મળીને 10 હજારમાં વેચતો હતો. એટલે કે કોરોનાની આફત વચ્ચે દર્દીઓએ પોતાની તબિયત સાચવવા સાથે આવા તત્વો સામે ઝઝુમવાનો વારો આવ્યો છે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">