રસ્તામાં તરસતી ખિસકોલીને એક વ્યક્તિએ પીવડાવ્યું પાણી, હૃદય સ્પર્શી વીડિયો થયો વાયરલ

આ અદ્ભુત વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ તેમના ટ્વિટર પર શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, આવી જ દયા તમે પણ બતાવો, એવી અપેક્ષા રાખ્યા વિના કે એક દિવસ કોઈ તમારા માટે આવું જ કરી શકે.

રસ્તામાં તરસતી ખિસકોલીને એક વ્યક્તિએ પીવડાવ્યું પાણી, હૃદય સ્પર્શી વીડિયો થયો વાયરલ
squirrel viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 3:21 PM

કોઈને પાણી આપવું એ ખૂબ જ પવિત્ર કાર્ય છે. આ વાત આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. જો કે કેટલાક લોકો તેને અનુસરે છે અને કેટલાક લોકો તેની અવગણના કરે છે, પરંતુ જો તમે એક માણસ તરીકે વિચારો છો, તો તે કેટલું સારું છે કે તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરી રહ્યાં છો. આ રીતે લોકો એકબીજા માટે કામ કરે છે. તમે સોશિયલ મીડિયા(Social Media) પર આવા વીડિયો જોયા જ હશે, જેમાં લોકો જરૂરિયાતમંદોને ભોજન કરાવે છે, પાણી પીવડાવે છે. ઘણા લોકો પ્રાણીઓને પાણી આપતા પણ જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ખિસકોલીને (Squirrel) પાણી આપતો જોવા મળી રહ્યો છે. આ અદ્ભુત વીડિયો લોકોના દિલને સ્પર્શી ગયો છે.

તમે ખિસકોલીઓ જોઈ હશે. તેઓ ખૂબ જ ચપળ હોય છે. ઝડપથી ઝાડ પર ચઢી જાય છે. તેમ છતાં તેમનું નિવાસસ્થાન માત્ર વૃક્ષો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ કેવી રીતે ખિસકોલીને પાણી આપી રહ્યો છે. જે રીતે મનુષ્ય બોટલમાં મોં નાખીને પાણી પીવે છે, તેવી જ રીતે ખિસકોલી પણ બોટલમાં મોં નાખીને પાણી પીવા લાગે છે. તે ખૂબ જ તરસ્યો લાગે છે. બોટલ છૂટવાનું નામ જ નથી લઈ રહી, પાણી પીવાનું ચાલુ જ છે. આમાં વ્યક્તિની માનવતા જોવા જેવી છે કે તે કેવી રીતે ખિસકોલીને પાણી આપી રહ્યો છે. એ વ્યક્તિના વખાણ કરીએ તેટલા ઓછા છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જૂઓ આ અદ્ભૂત વીડિયો…

આ અદ્ભુત વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ તેમના ટ્વિટર પર શેયર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, આવી જ દયા તમે પણ બતાવો, એવી અપેક્ષા રાખ્યા વિના કે એક દિવસ કોઈ તમારા માટે આવું જ કરી શકે. 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 54 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 4 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ ખૂબ જ ક્યૂટ સીન છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે સહાનુભૂતિ અને દયાની દરેક વસ્તુ કરતાં મોટી હોય છે. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે, કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો.

આ પણ વાંચો: Video : બાપ રે ! આ ખિસકોલી તો સાપને પહોંચી ગઈ, સાપ અને ખિસકોલીની ભીષણ લડાઈનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ પણ વાંચો: ગજબ ! આ ખિસકોલી ફોલો કરી રહી છે તેના માલિકના ઇન્સટ્રક્શન, Video જોઈને તમને પણ આશ્વર્ય થશે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">