Viral Video: નાનીજીએ પહેલી વાર ટ્રાય કર્યો પિત્ઝા, એક્સપ્રેશન્સ જોઇને યૂઝર્સને પડી મજા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ વૃદ્ધ મહિલા પહેલીવાર પિત્ઝા ટ્રાય કરી રહી છે. આ દરમિયાન પિઝ્ઝાનો સ્વાદ ચાખ્યા બાદ મહિલા જે પ્રકારના એક્સપ્રેશન્સ આપે છે તેનાથી તેઓ સોશિયલ મીડિયા યૂઝર્સના દિલ જીતી રહ્યા છે.

Viral Video: નાનીજીએ પહેલી વાર ટ્રાય કર્યો પિત્ઝા, એક્સપ્રેશન્સ જોઇને યૂઝર્સને પડી મજા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Desi Nani Tries Pizza for the first times, gives cute reaction..
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Nov 09, 2021 | 4:33 PM

સોશિયલ મીડિયા પર હાલમાં એક દેશી નાનીનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં, આ વૃદ્ધ મહિલા પહેલીવાર પિત્ઝા ટ્રાય કરી રહી છે. આ દરમિયાન પિત્ઝાનો સ્વાદ ચાખ્યા બાદ મહિલા જે પ્રકારના એક્સપ્રેશન્સ આપે છે તેનાથી તેઓ સોશિયલ મીડિયા યૂઝર્સના દિલ જીતી રહ્યા છે. આ વીડિયો જોયા પછી તમારા ચહેરા પર પણ ચોક્કસથી સ્મિત આવી જશે.

28 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો આ વીડિયો હવે વાયરલ થયો છે. 50 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. વાયરલ વીડિયો ક્લિપમાં બે વૃદ્ધ મહિલાઓ બેડ પર પિઝ્ઝા લઈને બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન, જ્યારે એક મહિલા અન્ય વૃદ્ધ મહિલાને ખાવા માટે પિત્ઝાની સ્લાઈસ આપે છે, તો દાદી પહેલા ના પાડી દે છે. પરંતુ પછી તેઓ તેનો સ્વાદ ચાખવા માટે તૈયાર થઈ જાય છે.

આ પછી જે પણ થાય છે, તે તમને જોવું ખૂબ જ રસપ્રદ લાગશે. નાની પિઝ્ઝા ખાતી વખતે હસે છે અને અદ્ભુત એક્સપ્રેશન્સ આપે છે. તો ચાલો પહેલા આ સુંદર નાનો વીડિયો જોઈએ. નાનીનો આ ક્યૂટ વીડિયો greesh_bhatt_ નામના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘નાનીજીએ પહેલીવાર પિત્ઝા ખાધો.’

આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, એવું લાગે છે કે નાનીને પિત્ઝાનો સ્વાદ પસંદ નથી આવ્યો. બીજી તરફ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘મને નાનીએ પિત્ઝા ખાતી વખતે આપેલા એક્સપ્રેશન્સ સૌથી મજેદાર લાગ્યા. નાની ખૂબ જ સુંદર છે. વીડિયોમાં નાનીએ આપેલા ક્યૂટ એક્સપ્રેશન જોઈને લોકો હેરાન થઈ ગયા છે. વીડિયો પર હજી પણ લોકોની કમેંટ્સ આવવાનું ચાલુ છે. કેટલાક કહી રહ્યા છે કે નાની સુંદર છે તો કેટલાકે આ સુંદર મહિલાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એકંદરે, આ સુંદર ક્ષણ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના દિલ જીતી રહી છે.

આ પણ વાંચો –

Kamla Nehru Hospital : 4 બાળકોને ભરખી જનાર ચાઈલ્ડ વોર્ડમાં શોર્ટ-સર્કિટથી લાગી હતી આગ, બિલ્ડિંગમાં ફાયર હાઇડ્રાઇડ ઘણા વર્ષોથી હતું ઠપ્પ

આ પણ વાંચો –

IND vs NAM: રિષભ પંતનો પગ આકસ્મિક રીતે બેટ્સમેનના બેટ સાથે અથડાયો, પંતે જે કર્યું ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા, જુઓ Video

આ પણ વાંચો –

‘નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદી હતી, નવાબ મલિકનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન’ દેવેન્દ્ર ફડણવીસનો સ્ફોટક ખુલાસો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati