રામ રાખે તેને કોણ ચાખે’ CRPFના જવાનની સમયસૂકતાએ બચાવી ટ્રેનમાંથી લપસતી કિશોરીને

દાહોદ - રતલામ રેલ્વે સ્ટેશન ઉપર સીઆરપીએફના (CRPF)જવાનની સતર્કતાને કારણે 11 વર્ષીય કિશોરીનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટની CCTV માં કેદ થઈ હતી.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

May 20, 2022 | 10:46 AM

રતલામ રેલ્વે સ્ટેશન ઉપર સીઆરપીએફના (CRPF) જવાનની સતર્કતાને કારણે 11 વર્ષીય કિશોરીનો જીવ બચી ગયો હતો. સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે ટ્રેન ચાલુ થઈ જતા કિશોરી દોડીને આવી હતી અને ચાલુ ટ્રેનમાં ચઢવા જતા તે લપસી ગઈ હતી. આ કિશોરીને તુરંત જ દોડીને આવેલા સીઆરપીએફના જવાને પકડી હતી અને ટ્રેનમાં અંદરની તરફ ધક્કો માર્યો હતો.CRPF જવાનની આ સતર્કતાને કારણે કિશોરી ટ્રેનમાં કચડાઈ જતા બચી ગઈ હતી.

સમગ્ર ઘટના એવી હતી કે મુંબઇથી જતી અંવતિકા એકસપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ ઉપરથી નીકળવાની શરૂ થઈ ગઈ હતી ત્યારે 11 વર્ષની બાળકી ચાલુ ટ્રેનમાં ચઢવા ગઈ હતી અને તેનો પગ લપસી ગયો હતો. ફરજ ઉપર પોલીસ કર્મચારી પ્રમોદ પાટીલની સર્તકતાના પગલે બાળકીનો જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

 

 

અગાઉ પણ દાહોદ રેલ્વે સ્ટેશને આ પ્રકારની ઘટના બની હતી. જેમાં મુસાફરે પોતાની સમતુલા ગુમાવતા તે ટ્રેનની અડફેટે આવી જવાનો હતો. જોકે તે સમયે પણ આરપીએફ જવાનની સમયસૂચકતાને કારણે મુસાફરનો બચાવ થયો હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati