પાકેલા જામફળ વેચવા માટે એક વ્યક્તિએ ગાયું ફની ગીત, તેની આ સ્ટાઈલ ધૂમ મચાવી રહી છે સોશિયલ મીડિયા પર

કચ્ચા બદામ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડમાં છે. હવે આ ગીતની પર એક જામફળ વેચનારાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમને પણ ભુવન બદ્યાકર ચોક્કસ યાદ આવશે.

પાકેલા જામફળ વેચવા માટે એક વ્યક્તિએ ગાયું ફની ગીત, તેની આ સ્ટાઈલ ધૂમ  મચાવી રહી છે સોશિયલ મીડિયા પર
after kacha badam guava seller song video goes viral on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 8:55 AM

સોશિયલ મીડિયા એક એવી દુનિયા છે, જ્યાં ક્યારે શું વાઈરલ થઈ જશે તે કંઈ કહી શકાતું નથી.તાજેતરમાં કાચી બદામ (Kachha Badam) સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ છે. આ ગીત પર સામાન્યથી લઈને ખાસ લોકોએ ઘણી રીલ અને નાના વીડિયો (Reels and Short Video) બનાવ્યા છે. ‘કચ્ચા બદામ’ ગીત આવ્યા બાદ મગફળી વેચનારા ભુવન બદ્યાકરનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું.

હવે એવી જ રીતે એક જામફળ વેચનારાનું ગીત પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં જામફળ વેચનારો પોતાના હાથગાડી પર જામફળ વેચતી વખતે મધુર (Guava Seller song) અવાજમાં ગીત ગાય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વીડિયોમાં જામફળ વેચનારાએ જે રીતે ગીતને ગાયું છે, તેના પરથી લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર આ આગામી હિટ ટ્રેન્ડ હશે. આ વીડિયો જોયા બાદ લોકો ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જામફળ વેચવાની આ શૈલી કંઈક અંશે કાચી બદામ જેવી છે, જેના કારણે ઘણા લોકોને ભુવન બદ્યાકર યાદ આવ્યા.

જૂઓ આ વીડિયો….

વીડિયોમાં જોઈ શકાય છે કે વિક્રેતા જામફળને કાપીને મીઠું લગાવે છે. આ દરમિયાન જામફળ વેચનારો વ્યક્તિ મજેદાર અંદાજમાં ગીત ગાય છે. વીડિયોમાં તે વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે….આ લીલો લીલો, પીળો પીળો, કાચો કાચો, પાકો પાકો, મીઠો મીઠો, તાજો તાજો અને મીઠા જામફળને લોકો તેની આ અનોખી શૈલીને પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોને Instagram પર foodie_rekha_bisht નામના એકાઉન્ટ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. લોકોને તે ખૂબ ગમ્યું છે. આ વીડિયોને શેયર કરતા કેપ્શનમાં લખ્યું, ‘નમક’. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો (Instagram Reels Video) પર પોતાનો પ્રતિભાવ આપ્યો. એક યુઝરે લખ્યું કે, ‘એવું લાગે છે કે તેમનો સમય આવવાનો છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે હવે તેમનું નસીબ પણ બહુ જલ્દી બદલાવાનું છે.’ આ વીડિયો જોયા પછી લોકો સતત એ જ રીતે પોત-પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે.

આ પણ વાંચો: Kacha Badam: નાની બાળકી પર પણ છે ‘કચ્ચા બદામ’ની ધૂન સવાર, પોતાના ધમાકેદાર ડાન્સથી જીત્યા લોકોના દિલ

આ પણ વાંચો: Viral: ‘Kacha Badam’ ગીત ગાનાર ભુવન બદ્યાકરે પોતાના એક્સિડેન્ટ પર બનાવ્યું નવું સોંગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">