PNB Scam: કૌભાંડી મેહુલ ચોક્સી સુધી પહોચવા તમામ પુરાવા લઈને પ્રાઈવેટ જેટમાં તપાસ ટીમનાં 8 સભ્ય ડોમિનિકા પહોચ્યા

PNB કૌભાંડ(Scam)ના આરોપ મેહુલ ચોક્સી (Mehul Choksi)ને ભારત લાવવા માટે 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી ગઈ છે. ઇડી, સીબીઆઇ સહિત 2 CRPFના કમાન્ડો આ ટીમમાં સામેલ છે.

| Updated on: Jun 01, 2021 | 11:13 PM

PNB કૌભાંડ(Scam)ના આરોપ મેહુલ ચોક્સી (Mehul Choksi)ને ભારત લાવવા માટે 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી ગઈ છે. ઇડી, સીબીઆઇ સહિત 2 CRPFના કમાન્ડો આ ટીમમાં સામેલ છે. મેહુલ ચોક્સી સાથે જોડાયેલા તમામ પુરાવા લઇને ટીમ ડોમિનિકા ગઇ છે.

ટીમ ડોમિનિકા પહોંચ્યા બાદ એન્ટીગના PMએ એ વાતની પુષ્ટી કરી કે ભારતીય અધિકારી પ્રાઇવેટ જેટથી ડોમિનિકા પહોંચ્યા છે. ભારતીય ટીમનો પ્રયાસ છે કે ડોમિનિકાથી જલદી મેહુલ ચોક્સીને પ્રત્યાર્પણ કરી દેશમાં લઇ આવવામાં આવે.

આપને કહી દઇએ કે બેંકિંગ ફ્રોડ મુદ્દે સીબીઆઇ ચીફ શારદા રાઉત આ ટીમનો મુખ્ય ભાગ છે, તેમણે PNB કૌભાંડનની તપાસનું નેતૃત્વ કર્યું છે. શારદા રાઉતનો જન્મ મહારાષ્ટ્રના નાસિકમાં થયો છે, તે 2005ની બેચની IPS અધિકારી છે.

તેમની કામ કરવાની એક અલગ જ સ્ટાઇલ છે. પાલઘરમાં એસપી રહેતા તેમણે ક્રાઇમને રોકવા પર સારી એવી પકડ મેળવી હતી. નાગપુર, મીરા રોડ, નંદુબાર, કોલ્હાપુર, મુંબઈમાં તેમની પોસ્ટિંગ રહી. તેમના કામ પ્રત્યેની તેમની ઇમાનદારી છે તે સરાહનીય છે.

સુત્રો તરફથી એ પણ જાણવા મળ્યું છે કે મુંબઈ ઝોનથી CBI અને EDના અધિકારીઓને શુક્રવારે દિલ્લી બોલાવાયા હતા. ત્યારબાદ ડોમિનિકા માટે ખાનગી જેટમાં સવાર થઇને ટીમ ડોમિનિકા પહોંચી. મહત્વનું છે કે કેરેબિયન કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર રોક લગાવી હતી, જો કે આ પહેલા એન્ટીગા અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને ડોમિનિકાના અધિકારીઓને કહ્યું હતું કે તેઓ મેહુલ ચોક્સીને ભારતને સોંપી દે. કેમ કે એન્ટીગામાં મેહુલ પાસે વધારે અધિકાર છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">