પીએમ મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 71,000 યુવાનોને નોકરી માટેના નિમણુક પત્રો આપશે

PM Modi: આવતીકાલે પીએ મોદી એકસાથે 71,000 યુવાનોને નોકરી માટેના નિમણુક પત્રો આપશે. પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 71 હજાર યુવાનોને નિમણુક પત્રો આપશે. છેલ્લ 8 વર્ષમાં કેન્દ્ર સરાકરે 7 લાખ 22 હજાર 311 લોકોને નોકરી આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 11:48 PM

આવતીકાલે કેન્દ્ર સરકારમાં એક સાથે 71,000 યુવાનોને નોકરીઓ માટે નિમણૂક પત્રો આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્ર આપશે. આ પહેલા પીએમ મોદીએ દિવાળી પર રોજગાર મેળા હેઠળ લગભગ 75 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ દોઢ વર્ષમાં મિશન મોડમાં ભરવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છે. આ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને આ દિશામાં કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. દિવાળી નિમિત્તે આયોજિત રોજગાર મેળામાં દેશભરમાંથી પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. તેમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી , ગ્રુપ-બી અને ગ્રુપ-સીની નિમણૂંકો તેમજ કેન્દ્રીય સશસ્ત્ર દળો, સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્ક, સ્ટેનો, પીએ, આવકનો સમાવેશ થાય છે.

છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારે કેટલી રોજગારી પૂરી પાડી તેના આંકડા પર નજર કરીએ તો….

  1. વર્ષ 2014-2022 દરમિયાન કુલ 7 લાખ 22 હજાર 311 લોકોને નોકરી
  2. છેલ્લા 5 વર્ષમાં 4.44 લાખ નોકરીઓ આપવામાં આવી
  3. વર્ષ 2016-17માં 1 લાખ 2 હજાર 153 નોકરી આપી
  4. વર્ષ 2017-18માં 77 હજાર 192 નોકરી આપી
  5. વર્ષ 2018-19માં 38 હજાર 827 નોકરી આપી
  6. વર્ષ 2019-20માં 1 લાખ 48 હજાર 377 નોકરી આપી
  7. વર્ષ 2020-21માં 78 હજાર 264 નોકરી આપી

છેલ્લા 8 વર્ષમાં મોદી સરકારે 2014થી 2022 સુધીમાં કુલ 7 લાખ 22 હજાર 311 લોકોને નોકરી આપી હતી. છેલ્લા 5 વર્ષમાં 4.44 લાખ નોકરીઓ આપવામાં આવી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">