PM મોદીનો કોંગ્રેસ પર હુમલો, મુંબઈ આતંકી હુમલાને લઈને કહ્યું- કોણ હતું એ ? જેણે પાકિસ્તાન પર હુમલો કરતા અટકાવ્યાં ?
મુંબઈમાં 26/11ના હુમલા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના તાજેતરના નિવેદનને ટાંકીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીને પ્રશ્ન કર્યો કે, જ્યારે આપણી બહાદૂર સેના બધી જ રીતે તૈયાર હતી ત્યારે પાકિસ્તાન પર હુમલો કરવાની મંજૂરી કેમ ના આપવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2008ના મુંબઈ હુમલા પછી ત્વરીત જવાબી કાર્યવાહી સ્વરૂપે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી ના કરવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. એ સમયના ગૃહ પ્રધાન ચિદમ્બરમના તાજેતરના નિવેદનને ટાંકીને વડાપ્રધાન મોદીએ, કોંગ્રેસ પાર્ટીને પૂછ્યું કે સેનાની તૈયારી હોવા છતાં કોના ઇશારે અને કોના દબાણ હેઠળ પાકિસ્તાન પર હુમલો અટકાવવામાં આવ્યો હતો.
મુંબઈમાં 26/11ના હુમલા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના તાજેતરના નિવેદનને ટાંકીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીને પ્રશ્ન કર્યો કે, જ્યારે આપણી બહાદૂર સેના બધી જ રીતે તૈયાર હતી ત્યારે પાકિસ્તાન પર હુમલો કરવાની મંજૂરી કેમ ના આપવામાં આવી. કોના ઇશારે ભારતના લોકોની લાગણીઓ સાથે રમત રમાઈ હતી ? ચિદમ્બરમે તાજેતરમાં એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલ ખાસ મુલાકાતમાં ચોકાવનારો ખુલાસો કર્યો હતો કે, મુંબઈમાં 26/11ના હુમલા બાદ તેઓ ખરેખર પાકિસ્તાનને પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ યુએસ દબાણ હેઠળ તેમને આમ કરવાથી અટકાવવામાં આવ્યા હતા.
