ગુજરાતમાં પ્રવેશવા પાસપોર્ટની જરૂર પડેઃ રાકેશ ટિકેત

આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવેલ ખેડૂત નેતા રાકેશ ટિકેતે,( Rakesh Tiket ) ગુજરાતમાં પોતાની ઘરપકડ થશે એવો અંદેશો વ્યક્ત કર્યો છે. તેઓ પોતાની સાથે ભારતનો પાસપોર્ટ લઈને ગુજરાતમાં આવી રહ્યા હોવાનો કટાક્ષ કર્યો હતો

  • Bipin Prajapati
  • Published On - 12:02 PM, 4 Apr 2021
ગુજરાતમાં પ્રવેશવા પાસપોર્ટની જરૂર પડેઃ રાકેશ ટિકેત
ખેડૂત નેતા રાકેશ ટિકેત પાસપોર્ટ સાથે ગુજરાતમાં પ્રવેશશે

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે, દિલ્લી-હરિયાણા-પંજાબ સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે તેમનુ આંદોલન દેશના અન્ય પ્રાંતમાં પણ વિસ્તારવાનું નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે કિસાન નેતા રાકેશ ટિકેત ( Rakesh Tiket ) આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. કિસાન નેતા  રાકેશ ટિકેતના પ્રવાસને લઈને ગુજરાતમાં ખાસ કરીને ટિકેત જ્યા જ્યા મુલાકાત લેવાના છે તે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ખેડૂત નેતા રાકેશ ટિકેત અંબાજીની છાપરી ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ કરશે. આબુરોડથી ટ્રેકટર રેલી સાથે ગુજરાતમાં પ્રવેશવાનું આયોજન કરાયુ છે. રાકેશ ટિકેતની ગુજરાત મુલાકાતને લઈને, આરોગ્ય વિભાગની ટીમ છપરી ચેકપોસ્ટ ઉપર તહેનાત છે.  ગુજરાતમાં પ્રવેશતા પૂર્વે કિસાન નેતા રાકેશ ટિકેતે, ટીવી 9 સાથેની ખાસ વાતચીતમાં કહ્યુ કે ગુજરાતમાં પ્રવેશવા માટે પાસપોર્ટની જરૂર પડે છે. ગુજરાતના કાયદા અનુસાર મે RT -PCR  ટેસ્ટ કરાવ્યો છે.

પહેલો પડાવ અંબાજીમાં છે. અંબાજીમાં માના દર્શન કરીશુ. અમે ગુજરાતમાં આવવા માટે પાસપોર્ટ લઈને આવ્યા છીએ. ભારતનો પાસપોર્ટ, ગુજરાતમાં જવા પાસપોર્ટની જરૂર પડે છે. તેમ કહીને પોતાની સામે કાનુની કાર્યવાહી કરાશે તેવો અંદેશો વ્યક્ત કર્યો હતો.