ParakramDivas: નેતાજી સુભાષચંદ્ર બોઝનો આજે જન્મ દિવસ, પરાક્રમ દિવસની ઉજવણીમાં સામેલ થશે PM MODI

ParakramDivas: દેશના મહાન રાષ્ટ્રવાદી, સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો આજે જન્મ દિવસ છે ત્યારે આ દિવસને સરકારે પરાક્રમ દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી

| Updated on: Jan 23, 2021 | 8:24 AM

ParakramDivas: દેશના મહાન રાષ્ટ્રવાદી, સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો આજે જન્મ દિવસ છે ત્યારે આ દિવસને સરકારે પરાક્રમ દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો જેના 125 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આઝાદ હિન્દની લડાઇમાં સુભાષચંદ્ર બોઝનો મહત્વનો ફાળો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીને લઇને ટવીટ કર્યું હતું કે જેમાં તેમણે જણાવ્યું છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર શત-શત નમનઃ મોદી
દેશની આઝાદી માટે તેમનો ત્યાગ અને સમર્પણ હંમેશા યાદ રહેશેઃ મોદી

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીએ પરાક્રમ દિવસ પર આયોજિત કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતા પ્રવાસે જશે. જેને લઇને કોલકાતાને અત્યારથી જ કિલ્લામાં ફેરવી દેવાયું છે.. પીએમના આગમનને લઇને કોલકાતા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. નેતાજીની જયંતિ નિમિત્તે કોલકાતાની નેશનલ લાઇબ્રેરીમાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું છે. 21મી સદીમાં નેતાજીના વારસાનું પુનઃઅવલોકન વિષય પર આયોજિત સંમેલનમાં ભાગ લેનારા કલાકારો તેમજ અન્ય ભાગ લેનારાઓ સાથે પીએમ મોદી સંવાદ કરશે. નેતાજીની 125મી જન્મજયંતિ મનાવવા માટે સરકારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં 85 સભ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતિનું નિર્માણ કર્યુ છે, જે વર્ષભરના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરશે. નેશનલ લાઇબ્રેરીમાં કલાકારોએ એક એક્ઝિબિશન પણ રાખ્યું છે. નેતાજીની જયંતિી પર નેતાજી પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ આમરા નૂતોન યૌવનેરી દૂતનું પણ આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમ બાદ પીએમ વિક્ટોરિયા ખાતે પરાક્રમ દિવસમાં ભાગ લેવા પહોંચશે. જ્યાં તેઓ લોકોને સંબોધન કરશે.

PMનો કોલકતા પ્રવાસ 
બપોરે 3.30 કલાકે નેશનલ લાઇબ્રેરી ખાતે પહોંચશે
3.30 થી 3.50 સુધી સંમેલનમાં ભાગ લેનારા કલાકારો સાથે સંવાદ કરશે
3.55 કલાકે નેતાજી અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સંબોધન કરશે
4.15 કલાકે પીએમ વિક્ટોરિયા ખાતે જવા રવાના થશે
4.30 કલાકે પીએમ વિક્ટોરિયા ખાતે પહોંચી પરાક્રમ દિવસ કાર્યક્રમમાં પહોંચશે
4.33 કલાકે પીએમ નેતાજી અંગે પ્રદર્શન નિહાળશે
સાંજે 5 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે
5.41 કલાકે લેટર્સ ઓફ નેતાજી પુસ્તકનું વિમોચન કરશે
5.57 કલાકે પીએમ મોદી સંબોધન કરશે
6.38 કલાકે પીએમ પ્રોજેક્શન મેપિંગ શોનું ઉદ્ઘાટન કરશે
6.54 કલાકે રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન થશે
7.00 કલાકે પીએમ કોલકાતાથી દિલ્લી જવા રવાના થશે

Follow Us:
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">