Panchmahal : શિવરાજપુર રિસોર્ટ કેસમાં આરોપી હર્ષદ પટેલના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે તપાસ હાથ ધરી

પાવાગઢ પોલીસે હર્ષદ પટેલના રિમાન્ડ મેળવી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 11:31 PM

પંચમહાલઃ શિવરાજપુર( Shivrajpur)  ના રિસોર્ટમાં દારૂ-જુગારની મહેફિલનો કેસમાં આરોપી હર્ષદ પટેલને બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં પોલીસે(police)  હર્ષદ પટેલના રિમાન્ડ મેળવી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

શિવરાજપુરના ઝમીરા રિસોર્ટમાંથી 1 જુલાઇના રોજ ધારાસભ્ય કેશરીસિંહ સહિત અન્ય 25 લોકો ઝડપાવવાની ઘટનામાં પોલીસને રેડ દરમ્યાન અમદાવાદના હર્ષદ પટેલ પાસેથી 9 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જો કે આ કેસમાં ધારાસભ્ય સહિત 25 આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. આ કેસની તપાસ પાવાગઢ  પોલીસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શિવરાજપુરના ઝમીરા રીસોર્ટમાં પોલીસે 1 જુલાઇના રોજ દરોડો પાડ્યો હતો. જેમાં માતર બેઠકના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Kesari Singh Solanki)જુગાર રમતા ઝડપાયા હતા.આ રિસોર્ટમાં કસીનો ટાઈપ જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Gandhinagar : GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાઈ, શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ જાહેરાત

આ પણ વાંચો : કોરોના બાદ 79 ટકા લોકોને આવે છે ડરામણાં સ્વપ્ન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">