VIDEO: કોરોનાકાળમાં દર્દીની હાલાકીનો વધુ એક વીડિયો વાયરલ, દુઃખી માતાએ માગી મદદ

મારા દીકરાનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. તેને ઓક્સિજન આપી બચાવી લો. આ પોકાર સાથે આજીજી કરી છે એક દર્દીની માતાએ.

| Updated on: Apr 23, 2021 | 4:54 PM

મારા દીકરાનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. તેને ઓક્સિજન આપી બચાવી લો. આ પોકાર સાથે આજીજી કરી છે એક દર્દીની માતાએ. અમદાવાદના ગોમતીપુર વિસ્તારની એક માતાએ પોતાના સંક્રમિત પુત્રનો જીવ બચાવવા માટે સરકાર સમક્ષ મદદની પોકાર લગાવી છે અને વીડિયો વાયરલ કરીને તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

વીડિયોમાં દેખાતી મહિલાનો આરોપ છે કે, તેના પુત્રનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવા માટે 5 કલાકથી 108ને ફોન કર્યો છે. જોકે 108 તરફથી તેને કોઇ મદદ નથી મળી રહી, ત્યારે મહિલાએ રડતા ચહેરે તંત્રને બે હાથ જોડીને આજીજી કરીને મદદની ગુહાર લાગાવી છે.

 

આ પણ વાંચો: Rajkot: અનેક ખાનગી હોસ્પિટલો ઓક્સિજનની ભારે અછત, કોરોના દર્દીઓની સ્થિતિ ગંભીર થાય તેવી શક્યતા 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">