Amreliમાં દોઢ ફૂટનો વરરાજા, બે ફૂટની દુલ્હન, Social Meida પર છવાઈ કમાલની જોડી
જાફરાબાદના ટીંબી ગામના દોઢ ફૂટના યુવકના નિકાહ અમરેલી (Amreli) ફાટસર ગામની 2 ફૂટની યુવતી સાથે ધામધૂમથી થયા છે. ટીંબી ગામના 32 વર્ષના રફીક મન્સૂરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
જાફરાબાદના ટીંબી ગામના દોઢ ફૂટના યુવકના નિકાહ અમરેલી (Amreli) ફાટસર ગામની 2 ફૂટની યુવતી સાથે ધામધૂમથી થયા છે. ટીંબી ગામના 32 વર્ષના રફીક મન્સૂરીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા. ફક્ત એક જ દિવસમાં આ જોડી સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગઈ છે. રફીક અને તેનો પરિવાર ચિંતામાં હતો. હાઈટ ઓછી હોવાથી તેના લાયક યુવતી શોધવી મુશ્કેલ હતી. પરંતુ કહેવાય છે કે જોડીઓ તો ઉપરવાળો બનાવે છે. રફીકને પણ તેના લાયક યુવતી મળી ગઈ. અને વાજતે-ગાજતે પરણી ગયો હતો. રફીક ટીંબી ગામે પાનનો ગલ્લો ચલાવે છે. તેના પિતા પણ તેને મદદ કરે છે.
Latest Videos
Latest News