Olympics 2036: શું 2036ની ઓલમ્પિક થશે અમદાવાદમાં? AUDAએ તૈયારીઓ શરુ કરી

Olympics 2036: 2036ની ઓલમ્પિક અમદાવાદમાં (Ahmedabad) યોજવા માટે સરકારે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આપને જણાવી દઈએ 2036ની ઓલમ્પિક માટે અમદાવાદ દાવેદારી નોંધાવી શકે તે માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 09, 2021 | 6:37 PM

Olympics 2036: 2036ની ઓલમ્પિક અમદાવાદમાં (Ahmedabad) યોજવા માટે સરકારે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આપને જણાવી દઈએ 2036ની ઓલમ્પિક માટે અમદાવાદ દાવેદારી નોંધાવી શકે તે માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના એનાલિસિસ માટે AUDAએ ટેન્ડર બહાર પાડ્યા છે.

 

અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટી (AUDA) એજન્સીની નિમણૂક કરશે. આપને જણાવી દઈએ કે આ માટે ટેન્ડર પણ બહાર પાડી દેવાયું છે. ત્રણ મહિનામાં સર્વે કરીને એજન્સી ઓલમ્પિક યોજવા માટે જરુરી બાબતોનો રિપોર્ટ આપશે.

 

આપને જણાવી દઈએ કે આના માટે ભારત સરકાર, ગુજરાત સરકાર, એએમસી તેમજ ઔડા સંયુક્ત રીતે કામ કરશે. રિપોર્ટમાં આમદાવાદમાં ગેમ્સ અને ટ્રેનિંગ માટે સ્ટેડિયમ, ગેમ્સ વિલેજ, હોટલ્સ, રસ્તા, પાવર, સેનિટેશન, ટ્રાન્સપોર્ટ વગેરે તમામ જરુરી વિગતો તૈયાર કરાશે.

 

આપને જણાવી દઈએ કે ઔડાનું માનવુ છે કે ઓલમ્પિક્સ યોજાય તો હજારો લોકોને રોજગારી મળી શકે તેમ છે. ઓલમ્પિક્સ અમદાવાદમાં યોજાશે તો અમદાવાદ આસપાસ પણ ઘણો વિકાસ થશે. તેમજ યુવાઓ પણ સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત થશે.

 

2028 સુધી ઓલમ્પિકના શહેરો નક્કી થઈ ચૂક્યા છે. 2020ની ઓલમ્પિક જાપાનના ટોક્યોમાં યોજાવાની હતી પરંતુ કોરોનાના કારણે તે હવે 2021માં યોજાશે. 2024ની ઓલમ્પિક પેરિસમાં તેમજ 2028ની ઓલમ્પિક લોસ એન્જેલસમાં યોજાશે. જ્યારે 2032ની ઓલમ્પિક માટે ઑસ્ટ્રેલિયાના બ્રિસબન શહેરને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યુ છે. જો કે 2032ની ઓલમ્પિક્સ માટે બિડ આવતા મહિને ખૂલશે.

 

 

આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટનના લગભગ પાંચ મહિના બાદ આ ડેવલપમેન્ટની વાત સામે આવી છે. આપને જણાવી દઈએ કે આ ઈવેન્ટ દરમિયાન 4,600 કરોડના ખર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની પણ જાહેરાત કરાઈ હતી.

 

સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલના ભૂમિ પૂજન દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે આ સુવિધાના કારણે અમદાવાદ ‘સ્પોર્ટસ સિટી‘ તરીકે ઓળખાશે. અહીં ઈન્ટરનેશનલ લેવલની સ્પોર્ટસ ઈવેન્ટ્સ જેવી કે ઓલમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ વગેરે યોજી શકાશે.

 

આ પણ વાંચો: Surat: પહેલાં કોરોના અને હવે મેટ્રો રેલની કામગીરીથી સુરત ભાગળ વિસ્તારના વેપારીઓ સામે આર્થિક સંકટ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">