NAVSARI: કારમાંથી રૂ.1.80 લાખની કિંમતના કેમેરાની ચોરી, ઘટના CCTVમાં કેદ

NAVSARI : સામાન્ય રીતે ઘર, ઓફીસ કે દુકાનમાં ચોરીની ઘટનાઓ ઘટતી હોય છે, પણ હવે તસ્કરો પાર્ક કરેલી કારને ટાર્ગેટ કરી રહ્યાં છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 11, 2021 | 7:20 AM

NAVSARI : નવસારી જિલ્લામાં ચોર ટોળકી સક્રીય થઇ છે. સામાન્ય રીતે ઘર, ઓફીસ કે દુકાનમાં ચોરીની ઘટનાઓ ઘટતી હોય છે, પણ હવે તસ્કરો પાર્ક કરેલી કારને ટાર્ગેટ કરી રહ્યાં છે. NAVSARIના ચીખલી પાસે આવેલી હોટલ નજીક પાર્ક કરેલી કારમાંથી ગઠીયાઓ 1.80 લાખની કિંમતના કેમેરાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

કારમાં આવેલા આ ગઠીયાઓમાંથી એકે પહેલા કારની અંદર જોયું અને પછી ગિલોલથી કારનો કાચ તોડી નાંખ્યો. ત્યરબાદ  બીજો ગઠીયો કારમાંથી બેગ ઉઠાવી ગયો અને પળવારમાં લાખોના કેમેરાની ચોરી કરી ગઠીયાઓ ફરાર થઇ ગયા હતા.કારમાંથી મોંઘાદાટ કેમેરાની ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. કાર માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">