મુંબઈ પોલીસે Tom and Jerry નો આ વીડિયો શેર કરીને લોકોને કરી અપીલ, જોઇને તમે પણ ખુશ થઇ જશો

ગયા વર્ષે કોવિડ -19 મહામારીની શરૂઆત થઈ ત્યારથી મુંબઈ પોલીસની સોશ્યલ મીડિયા ટીમ ઇન્ટરનેટ પર વધુ સક્રિય થઈ ગઈ છે. આ રોગચાળો ટાળવા માટે તે લોકોને ફેસ માસ્ક પહેરવાનું અને ઘરે રોકાવાનું મહત્ત્વ યાદ અપાવવા માટે સતત પોસ્ટ્સ શેર કરી રહી છે. ટ્વિટર પર તેની તાજેતરની પોસ્ટમાં મુંબઇ પોલીસે ટોમ એન્ડ જેરી (Tom and Jerry) […]

| Updated on: May 07, 2021 | 2:09 PM

ગયા વર્ષે કોવિડ -19 મહામારીની શરૂઆત થઈ ત્યારથી મુંબઈ પોલીસની સોશ્યલ મીડિયા ટીમ ઇન્ટરનેટ પર વધુ સક્રિય થઈ ગઈ છે. આ રોગચાળો ટાળવા માટે તે લોકોને ફેસ માસ્ક પહેરવાનું અને ઘરે રોકાવાનું મહત્ત્વ યાદ અપાવવા માટે સતત પોસ્ટ્સ શેર કરી રહી છે.

ટ્વિટર પર તેની તાજેતરની પોસ્ટમાં મુંબઇ પોલીસે ટોમ એન્ડ જેરી (Tom and Jerry) કાર્ટૂનની એક રમુજી ક્લિપ શેર કરીને માસ્ક પહેરવા અને ઘરે રહેવા વિશે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ટોમે જેરીને કોઈ કારણ વગર ઘરની બહાર જતા અટકાવ્યું છે. અહીં, ટોમને પોલીસની રીતે બતાવવામાં આવે છે, જે લોકોને જાગ્રત રહેવાનું અને કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું યાદ અપાવે છે.

પોલીસે વીડિયોને કેપ્શન આપ્યું છે કે, “કૃપા કરીને કારણ વગર અથવા તમારા ચહેરા પર માસ્ક લગાડ્યા વિના બહાર ન જશો.” લોકો આ વીડિયોને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે આ વીડિયોને અત્યાર સુધીમાં 4 હજારથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે લોકો આ વીડિયો પર ફની ટિપ્પણી પણ કરી રહ્યા છે.

કોરોનાવાયરસની બીજી લહેરે દેશના દરેક ખૂણામાં ગંભીર પરિસ્થિતિ ઉભી કરી છે. શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,915 મૃત્યુ અને 4.14 લાખથી વધુ કોવિડ -19 કેસ આવ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ મહત્તમ સંખ્યાના કેસ ધરાવતા પ્રથમ પાંચ રાજ્યોમાં સામેલ છે.

આ પણ વાંચો: કોરોનાથી રીકવર થયા બાદ બદલી દો આ વસ્તુ, નહીંતર ફરીથી થઇ શકો છો કોરોનાના શિકાર

આ પણ વાંચો: સુપ્રીમે કહ્યું ‘મુંબઈ મોડલ’થી શીખો: BMC કમિશનરે શેર કર્યો એવો કિસ્સો કે જાણીને હેરાન રહી જશો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">