MORBI : ખાનગી કિલનિકની બહાર ઓટલા પર દર્દીઓની સારવારનો વીડિયો વાયરલ, છેલ્લા 10 દિવસમાં બીજી ઘટના

MORBI જિલ્લાના માળિયા તાલકામાં એક PRIVATE ક્લિનિકની બહાર ઓટલા પર જ દસેક જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનો VIDEO વાયરલ થતા ચકચાર મચી છે.

| Updated on: Apr 07, 2021 | 5:53 PM

MORBI જિલ્લાના માળિયા તાલકામાં એક PRIVATE ક્લિનિકની બહાર ઓટલા પર જ દસેક જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનો VIDEO વાયરલ થતા ચકચાર મચી છે. મહત્વનું છે કે, MORBI જિલ્લામાં છેલ્લા આઠ દિવસ દરમિયાન આ બીજી ઘટના છે કે, જેમાં દર્દીઓની હોસ્પિટલના બિછાનાના બદલે કારખાનામાં કે ઓટલા પર સારવાર થઈ રહી હોય તેવો VIDEO વાયરલ થયો છે.

 

HOSPITAL ફૂલ થઈ જતા દર્દીઓની સ્થિતિ દયાજનક
MORBI જિલ્લામાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે અને HOSPITALમાં બેડ ફૂલ થઈ રહ્યા છે તો બીજી તરફ PRIVATE હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. એવામાં MORBI જિલ્લાના માળીયા તાલુકામાં દર્દીઓની સ્થિતિ દયાજનક હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં દર્દીઓને એક ખાનગી દવાખાના બહાર ઓટલા પર બાટલા ચઢાવી સારવાર લેવાની નોબત આવી હોવાનો VIDEO વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

KHAKHARECHI ગામની ઘટના
​​​​​​​આ બનાવની પ્રાપ્ત વિગતોનુસાર MORBI જીલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામમાં દર્દીઓને PRIVATE દવાખાના બહાર દયનીય સ્થિતિમાં રાખી સારવાર આપવામાં આવી રહી હોવાની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વાયરલ VIDEOમાં માળીયાના ખાખરેચી ગામના એક ખાનગી ક્લિનિકની બહારના આ દ્રશ્યો છે. જેમાં તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના દર્દીઓને સારવાર માટે રસ્તા પર પાથરણું પાથરીને બોટલ ચઢાવવામાં આવી છે.

અગાઉ જ MORBIનો વીડિયો પણ VIRAL થયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જ MORBIના એક સિરામિક કારખાનામાં ખુલ્લામાં સાત જેટલા મજૂરોને બાટલા ચઢાવાતા હોવાના વિડીયોએ સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચાવી હતી. એવામાં MORBI જીલ્લાના MALIYAના ખાખરેચી ગામે એક ખાનગી દવાખાના બહાર ઓટલા પર દર્દીઓને બાટલા ચઢાવાતા હોવાના વાયરલ VIDEOએ ફરી સમગ્ર MORBI પથંકમાં ચકચાર મચાવી છે. એવામાં જો કોઇ CORONAનો દર્દી હોય તો આ ગામમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થવાની આશંકા પણ MORBI પથંકના લોકો સેવી રહ્યાં છે.

હાલ તો આ મોરબીના વીડિયોએ સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચાવી છે. ત્યારે આ વીડિયોને લઇને લોકમુખે અનેક ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે આ ઘટનાની તપાસમાં નવું શું બહાર આવે છે તેની રાહ જોવી રહી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">