Morbi : Ramdesivir વિતરણ માટે મધ્યસ્થ કેન્દ્ર શરુ, વીસી હાઈસ્કુલ ખાતેથી મેળવી શકાશે ઇન્જેક્શન

Ramdesivir ઇન્જેક્શન વિતરણને લઈને એક જાહેરાત કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને ઇન્જેક્શન એક જ જગ્યાએથી મળી શકે તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મધ્યસ્થ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે.

  • Updated On - 4:42 pm, Tue, 20 April 21 Edited By: Utpal Patel

Morbi : આજથી Ramdesivirની જરૂરીયાતને ધ્યાને લઈને ઇન્જેક્શન વિતરણ માટે મધ્યસ્થ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે.  (Morbi remdesivir injection distribution center) મોરબીની વીસી હાઈસ્કુલ ખાતે મધ્યસ્થ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. જ્યાંથી આજથી સવારે 9 વાગ્યાથી ઇન્જેક્શનનું વિતરણ કરવાનું શરૂ કરવાનું હતું. વહેલી સવારથી દર્દીઓના સગાઓ લાઈનો લગાવીને ઇન્જેક્શન મેળવવા માટે ઉભા હતા પરંતુ 11:30 વાગ્યા સુધી ઇન્જેક્શન નહિ આવતા હજી સુધી વિતરણ શરૂ કરવામાં આવ્યું ન હતું.

ગઈકાલે મોરબી તંત્ર દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શન વિતરણને લઈને એક જાહેરાત કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને ઇન્જેક્શન એક જ જગ્યાએથી મળી શકે તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મધ્યસ્થ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. હોમ આઈસોલેટ દર્દીઓને પણ ગાઈડલાઈન મુજબ અહીંયાથી ઇન્જેક્શન આપવામાં આવશે તેવી જાહેરાતના પગલે વહેલી સવારથી દર્દીઓના સગાઓ લાઈનો લગાવીને ઇન્જેક્શન મેળવવા માટે ઉભા છે. સવારમાં 9 વાગ્યાથી ઇન્જેક્શન આપવાનું શરૂ કરવાનું હતું. પરંતુ રાજકોટ ખાતેથી ઇન્જેક્શન મોડા નિકળતા જથ્થો સમયસર મોરબી પહોંચ્યો ન હતો. રાજકોટ ખાતેથી આવતો ઇન્જેક્શનનો જથ્થો પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલને જરૂરિયાત મુજબનો જથ્થો ફાળવી દેવામાં આવશે અને ત્યાર બાદ વધતો જથ્થો ખાનગી હોસ્પિટલો દાખલ અને હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ ને આપવામાં આવશે. મોરબીની વીસી હાઈ સ્કુલ ખાતે ઇન્જેક્શન આપવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ જેટલા ઇન્જેક્શનની જરૂરિયાત છે તેના પ્રમાણમાં બહુ ઓછો જથ્થો મોરબી આવી રહ્યો છે. વીસી હાઈ સ્કુલ ખાતે વિતરણ કરવા માટે અંદાજીત 415 જેટલા ઇન્જેક્શનનો જથ્થો આવી રહ્યો છે. જેની સામે લોકો સવારથી મોટી સંખ્યામાં લાઈનો લગાવીને ઇન્જેક્શન મેળવવા માટે ઉભા છે. ઇન્જેક્શનનો લોકો વિવેક પૂર્વક ઉપયોગ કરે અને જેની કંડીશન વધુ ખરાબ હોઈ તેવા દર્દીઓને સમયસર ઇન્જેક્શન મળી રહે તે માટે લોકો સમજીને આવા દર્દીઓને અગ્રતા આપે તેવી અપીલ મોરબી પ્રાંત અધિકારીએ કરી હતી.

કોરોના મહામારીની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ રહી છે. અને આમાં રેમડીસિવર ઇન્જેક્શન અને ઑક્સીજનની પણ ઘણી અછત સર્જાઈ છે જેને લઈને તેની કાળાબાજરીના પ અહેવાલો સતત સામે આવી રહ્યા છે. જો બધી જગ્યાએ આવા પારદર્શક પગલા લેવામાં આવે તો લોકોને ઘણી રાહત મળી રહે તેમ છે.

આ પણ વાંચો : RT-PCR Test: શું ભરોસાપાત્ર નથી આ ટેસ્ટ? જાણો વિશેષજ્ઞો પાસેથી કે, નેગેટીવ રીપોર્ટ બાદ પણ કેમ સંક્રમિત થાય છે લોકો