Aravalli: મોડાસામાં ધોધમાર વરસાદ ખાબકતા જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Aravalli: રાજ્યભરમાં ચોમાસુ જ્યારે બરાબરનું જામી ગયું છે, ત્યારે અરવલ્લીના મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે. આ સમગ્ર પંથકમાં વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 9:54 PM

Aravalli: રાજ્યભરમાં ચોમાસુ જ્યારે બરાબરનું જામી ગયું છે, ત્યારે અરવલ્લીના મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે. આ સમગ્ર પંથકમાં વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. મોડાસા નગરમાં ધોધમાર વરસાદ ખાબકતા આરાધના, કેદારનાથ,ચાર રસ્તાના માર્ગો પર પાણી ભરાયા હતા.

 

 

મોડાસા સહિતના સબલપુર, આનંદપુરા, મહાદેવપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર મેઘ મહેર વરસી છે. જો કે સમગ્ર રાજયમાં ચોમાસુ બેસી ગયું છે, જેને લઈને મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદની શરૂઆત થતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે બાફરા બાદ વરસેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વરસાદી ઠંડકનો અનુભવ કર્યો હતો.

 

આ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા હતા. સમગ્ર સિઝન દરમ્યાન સારા વરસાદની આશા રખાતા ખેડૂતો શરૂઆતમાં સારો વરસાદ વરસતા ખુશ થયા હતા. જો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી હતી.

 

આ પણ વાંચો : Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 138 કેસ નોંધાયા, 3 દર્દીઓના મૃત્યુ, 4 લાખથી વધુ નાગરિકોનું રસીકરણ

 

આ પણ વાંચો: Kachch News: વડાપ્રધાન મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યું ગ્રહણ, 150 કરોડનો પ્રોજેક્ટ 300 કરોડ પર પહોચ્યો, 10 વર્ષ બાદ પણ લોકાર્પણ માટે રાહ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">