માઈક ટાયસને ‘લાઈગર’ ફિલ્મનું ડબિંગ પૂર્ણ કર્યું, વિજય દેવરકોંડાની ફિલ્મમાં આવશે નજર

બહુચર્ચિત ફિલ્મ 'લાઈગર'નું શૂટિંગ ગત વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થયું હતું. આ શૂટિંગ પૂર્ણ થવાની ખુશીમાં પૂરી સ્ટાર કાસ્ટને રૅપઅપ પાર્ટી પણ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ પાર્ટીની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી.

માઈક ટાયસને 'લાઈગર' ફિલ્મનું ડબિંગ પૂર્ણ કર્યું, વિજય દેવરકોંડાની ફિલ્મમાં આવશે નજર
Mike Tyson With Liger Movie Star Cast (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 11:58 PM

વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Pandey) સ્ટારર ફિલ્મ ‘લાઈગર’ની (Liger) તેમના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મથી વિજય બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ બાબત પણ આ ફિલ્મને ખાસ બનાવી રહી છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને વિજય ઉપરાંત, ઇન્ટરનેશનલ ફેમસ બોક્સર માઇક ટાયસન (Mike Tyson) પણ ભારતીય ફિલ્મ જગતમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. માટે આ ફિલ્મમાં મનોરંજનનો ત્રિપલ તડકો હવે લાગવા જઈ રહ્યો છે. તાજેતરમાં માઇક ટાયસનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

માઈક ટાયસને કરી લાઈગર ફિલ્મની ડબિંગ પૂર્ણ

આ ફિલ્મ થકી ઇન્ટરનેશનલ ફેમસ બોક્સર માઇક ટાયસનની બોલિવુડમાં એન્ટ્રી થવા જઈ રહી છે. આ જાહેરાત બાદ, માઈકના ફેન્સની ખુશીનું કોઈ ઠેકાણું નથી રહ્યું. માઈકના ફેન્સ અત્યારે આ ફિલ્મ વિષે જોડાયેલા દરેક અપડેટ્સ જાણવા માટે ખૂબ ઉત્સાહિત રહે છે.

Liger Movie Poster File Photo

Liger Movie Poster File Photo

માઈકના આ વાયરલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે, તે તમામ ફેન્સનો આભાર વ્યક્ત કરી રહ્યો છે. આ પહેલા, અનન્યા પાંડે અને વિજય તેમના સોશિયલ મીડિયા પર આ ફિલ્મના શૂટિંગ વિડિયોઝ અને સીન્સ શેર કરતાં રહે છે.

આ વર્ષે ઓગસ્ટમાં થશે રીલીઝ

ફિલ્મ ‘લાઇગર’ આગામી તા. 25/08/2022ના તમામ સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે. ધર્મા પ્રોડક્શનની નિર્મિત આ ફિલ્મ હિન્દી ઉપરાંત, તેલેગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રીલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘લાઇગર’માં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે, માઈક ટાયસન ઉપરાંત, વિશુ રેડ્ડી, રોનિત રૉય, અલી, મકરાંદ દેશ પાંડે જેવા ઘણા એકટર્સ સપોર્ટિંગ રોલમાં નજર આવશે.

ટીઝર ધૂમ મચાવી રહ્યું છે

આ ફિલ્મના ટીઝરને અત્યારે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિડિયોની શરૂઆત ફાઈટ રિંગથી થઈ હતી. વિજય દેવરકોંડાની જોરદાર બોડી અને તેનો જુનૂની અંદાજ આ વિડિયોમાં જોઈ શકાય છે. કરણ જોહરે આ વિડીયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘બધાની વાટ લગાવી દઇશું.’

Liger Movie Crew Viral Photo

Liger Movie Crew Viral Photo

આ પણ વાંચો – ટાઈમ 100 ઈમ્પેક્ટ એવોર્ડ, આ લિસ્ટમાં બીજી વખત સામેલ થનારી તે ‘પ્રથમ ભારતીય’ બની

આ પણ વાંચો -બોલિવૂડની આ અભિનેત્રી હવે સાઉથની ફિલ્મમાં સુપરસ્ટાર રવિ તેજા સાથે જોવા મળશે

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">