Mehsana : કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 36 માંથી 26 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર

Mehsana : કડી નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે. કારણ કે 36 માંથી 26 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઇ છે.

| Updated on: Feb 16, 2021 | 6:29 PM

Mehsana : કડી નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે. કારણ કે 36 માંથી 26 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઇ છે. જેમાં 5 વોર્ડની 20 બેઠકો આખેઆખી બિનહરીફ જાહેર થઇ છે. 35 વર્ષથી કડી પાલિકામાં જનસંઘ અને ભાજપનું શાસન છે. નંદાસણ બેઠક અને તાલુકા પંચાયતની કુંડાળ, કલ્યાણપુરા બેઠક પણ બિનહરીફ જાહેર થઇ છે. હવે કડીમાં 4 વોર્ડમાં 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

 

વોર્ડ નંબર – 1,3,7,8,9 ના ચારેય ઉમેદવારો બિનહરીફ
વોર્ડ નંબર -2 માં 1 બેઠક બિન હરીફ 3 મા ચૂંટણી યોજાશે
વોર્ડ નંબર – 4 માં 2 બેઠક બિનહરીફ 2માં ચૂંટણી યોજાશે.
વોર્ડ નંબર – 5માં 3 બેઠક બિનફરીફ 1 માં ચૂંટણી યોજાશે
વોર્ડ નંબર – 6 ની ચારેય બેઠકો ઉપર ચૂંટણી યોજાશે
આમ ચાર વોર્ડ માં 10 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">