Porbandar : મેઘરાજાની શાહી સવારી, ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ

પોરબંદર (Porbandar) શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે વરસાદ પડતાં જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ગુજરાતના ચારે બાજુ વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 10:05 PM

ગુજરાતના (Gujarat) હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર વરસી રહી છે. તેવા સમયે પોરબંદર (Porbandar) માં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદરમાં વધુ વરસાદ નોંધાયો છે. જો કે વરસાદ પડતાં જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ગુજરાતના ચારે બાજુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના દરિયામાં ભાગે પવન ફૂકાવાની સંભાવનાને પગલે પોરબંદરમાં માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપી છે. છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે અને વધતા જતા તાપમાનમાં લોકો અકળાયા હતા. જોકે આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા.

ગુજરાતમા આખરે વરસાદની જમાવટ શરૂ થઈ છે. જેમાં આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, તાપી,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. આ ગાંધીનગર અને પંચમહાલ, ગોધરા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે જમાવટ કરી છે. વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમામાંથી રાહત મેળવી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">