મરાઠા આરક્ષણ: ગુસ્સે ભરાયેલા ટોળાએ NCP ધારાસભ્યનું ઘર સળગાવ્યું, વાહનોને પણ આગ લગાવી, જુઓ વીડિયો

| Updated on: Oct 30, 2023 | 2:18 PM

આ ઘટના બાદ એનસીપીના ધારાસભ્ય પ્રકાશે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે મરાઠા આરક્ષણની માગ કરી રહેલા લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો અને પછી ઘરને આગ લગાવી દીધી. જ્યારે હુમલો થયો ત્યારે હું ઘરની અંદર હાજર હતો. જોકે, સદનસીબે આ હુમલામાં મારા પરિવારના કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા થઈ નથી. અમે બધા સુરક્ષિત છીએ. આગના કારણે મારી મિલકતને ભારે નુકસાન થયું છે.

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલને ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મરાઠા આંદોલનકારીઓએ આજે ​​બીડના માજલગાંવ તાલુકામાં શરદ પવારના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના ઘરને આગ ચાંપી દીધી હતી. તેમની ઓફિસ અને વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. મોટી વાત એ છે કે જ્યારે વિરોધીઓએ ઘરને આગ લગાડી ત્યારે ધારાસભ્ય તેમના પરિવાર સાથે અંદર હાજર હતા.

આ ઘટના બાદ એનસીપીના ધારાસભ્ય પ્રકાશે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે મરાઠા આરક્ષણની માગ કરી રહેલા લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો અને પછી ઘરને આગ લગાવી દીધી. જ્યારે હુમલો થયો ત્યારે હું ઘરની અંદર હાજર હતો. જોકે, સદનસીબે આ હુમલામાં મારા પરિવારના કોઈ સભ્ય કે કર્મચારીને ઈજા થઈ નથી. અમે બધા સુરક્ષિત છીએ. આગના કારણે મારી મિલકતને ભારે નુકસાન થયું છે.

આ પણ વાંચો: 2047 સુધીમાં દરેક વ્યક્તિની આવક હશે 10 લાખ રૂપિયા, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આંકડા

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 30, 2023 02:12 PM