Mahesana: Unjhaની એક એવી સંસ્થા કે જે મફતમાં આપી રહી છે Oxygen, વાંચો ક્યાથી મળી પ્રેરણા ?

આ મશીનો અનેક પરિવાર માટે આશીર્વાદ રૂપ બન્યા છે ત્યારે હાલમાં અનેક કોરોનાના દર્દીઓ આ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા આ મશીન વિના મુલ્યે આપવામાં આવે છે અને દર્દી સાજો થાય ત્યારે આ મશીન પરત લેવામાં આવે છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 15, 2021 | 8:07 PM

Mahesana : કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ઘણી જગ્યાએ ઓક્સીજનની અછત પણ સર્જાઈ રહી છે. ત્યારે આવા દર્દીઓ સહીત શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા દરેક દર્દીઓ માટે આજે ઊંઝા શહેરમાં છેલ્લા 7 વર્ષથી એક સંસ્થા ફ્રીમાં કૃત્રિમ ઓક્સિજન મશીન (Free Oxygen Machine) પૂરું પાડે છે. આ સંસ્થા દ્વારા 3 મશીનથી આ પ્રોજેકટની શરૂઆત કરી હતી. આજે દાતાઓના દાનથી આજે 98 મશીન સુધી આંક પહોંચ્યો છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં આ સંસ્થા લોકો માટે આશીર્વાદ રૂપ બની છે.

 

 

વિશ્વ આખાને જ્યારે કોરોનાએ પોતાના ભરડામાં લીધું છે. અને આખા વિશ્વ ને આ મહામારીએ હચમચાવી નાખ્યું છે. એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલી આ વૈશ્વિક બીમારીએ કેટલીયે ઝીંદગીનો ભોગ લીધો છે. કેટલાય સેવાકર્મીઓએ દર્દી ઓની સેવા કરતા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી છે. આવી મહામારીમાં કેટલીયે સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓ પણ દર્દીઓની વ્હારે આવી છે અને કોરોના ગ્રસ્ત દર્દીઓની ઉત્તમ સેવા કરી રહી છે. આવા સમયે કોરોનાના દર્દીઓ માટે દેવદૂત બનીને મહેસાણા ( Mahesana) જિલ્લાના ઊંઝા (Unjha) કે જે પુરા એશિયામાં જીરૂ ,વરિયાળી માટે પ્રખ્યાત છે ત્યાંની સંસ્થા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ પુરા ગુજરાતમાં ઓક્સિઝન માટેના પોર્ટેબલ મશીનની મફત (unjha free oxygen ) માં સેવા પુરી પાડી રહી છે. દરેક વ્યક્તિ સરળતાથી ઉપયોગ કરી શકે એવું વીજળીથી ચાલતું આ મશીન લોકોની જિંદગી બચાવી રહ્યું છે.

મિત્રની યાદમાં શરૂ કર્યો સેવા યજ્ઞ

ઊંઝા (Unjha) શહેરના સેવાભાવી યુવાન કમલેશભાઈ પટેલને આજથી સાત વર્ષ પહેલા ફેફસાની બીમારી લાગુ પડી અને જેને લઈને સતત આ પ્રકારના મશીન પર પોતાની લાંબા સમય સુધી જિંદગી વિતાવવી પડી અને આ બીમારી સામે અંતે મૃત્યુની જીત થઈ અને કમલેશ હારી ગયો. આ વખતે પોતાના મિત્રની યાદને કાયમ રાખવા કમલેશને કાયમ જીવંત રાખવા 18 જેટલા સેવાભાવી યુવાનો આગળ આવ્યા અને નક્કી કર્યું કે, આપણા મિત્ર કમલેશને જે તકલીફ પડી એ બીજા કોઈને પૈસાના અભાવે, આવા ઓક્સિઝન મશીનના અભાવે ન પદવી જોઈએ. લોકોને આવા ઓક્સિઝનની સેવા આપવાનું નક્કી કરી પોતાના મિત્રને શ્રધ્ધાજલી આપી અને આવી ફેફસાની બીમારી વાળા દર્દીને વિના મૂલ્યે સેવા આપી આ મિત્રો પોતાના મિત્રની યાદ કાયમ રાખી છે.

ક્યારે શરૂ કરી આ સેવા 
કમલેશ પી.કે.પટેલ ઓક્સિજન સેન્ટરની સ્થાપના આજથી 7 વર્ષ પહેલાં 18 મિત્રો દ્વારા કરવામાં આવી. શરૂઆત માં અંદાજે 60 થી 70,000 રૂપિયાના કિંમતનું એક મશીન એવા 3 મશીનથી શરૂ કરેલ આ સેવા આજે દાતાઓના સહકારથી 98 મશીન દ્વારા પુરા ગુજરાતમાં આ પ્રકારની સેવા શરૂ કરી છે અને હાલમાં આ મશીનો અનેક પરિવાર માટે આશીર્વાદ રૂપ બન્યા છે ત્યારે હાલમાં અનેક કોરોનાના દર્દીઓ આ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા જો કોવિડ દર્દીને વધુ પ્રેસર સાથે ઓક્સિજનની જરૂર જણાય તો ઓક્સિજનની મોટી બોટલ પણ ફી ચાર્જમાં આપે છે. હાલમાં કોરોના મહામારીમાં જ્યારે અનેક જગ્યાએ તપાસ કરવા છતાં પણ ઓક્સિજન મળી નથી રહ્યો ત્યારે આ સંસ્થા આજે વિના મૂલ્યે ઓક્સિજન પૂરું પાડે છે.

જોગાનુજોગ કોરોના મહામારીમાં ઓક્સિઝનની જરૂરિયાતએ એક માત્ર ઉત્તમ ઈલાજ હોવાથી પરિશ્રમ સેવા ટ્રસ્ટની સેવા ઉત્તમ પુરવાર થઈ રહી છે હાલમાં આ મશીનો કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની છે. તેમજ આ સંસ્થા આજે અનેક દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા દર્દીને સામાન્ય રીતે ઓકસિઝન માટે બજારમાંથી બોટલ લાવવી પડે છે જેની કિંમત ખૂબ વધુ હોય છે અને સામાન્ય પરિવારને આ બોટલથી આર્થિક બોજ પડે છે. જેથી આ સંસ્થા દ્વારા આ મશીન વિના મુલ્યે આપવામાં આવે છે અને દર્દી સાજો થાય ત્યારે આ મશીન પરત લેવામાં આવે છે. પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ લાલભાઈ પટેલ પોતે એક દિવ્યાગ વ્યક્તિ છે. નાના મોટા અનેક ઓપરેશન થયા છે છતાં અત્યારે જિંદગી સામે લડી રહ્યા છે અને અનેક જિંદગીને નવું જીવન આપવામાં આવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">