MAHESANA: CORONA દર્દીઓ પણ કરી શકશે મતદાન

MAHESANAમાં સ્થાનિક સવરાજની ચૂંટણીમાં મતદાનના દિવસે સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓ અને કોરોના સંક્રમીતો પણ મતદાન મથકે જઈને મતદાન કરી શકશે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 26, 2021 | 12:54 PM

MAHESANAમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ કોરોના મહામારી ચાલી રહી હોય, જેને ધ્યાને રાખતા મહેસાણા કલેકટરે જાહેરાત કરી છે કે મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં CORONA દર્દી પણ મતદાન કરી શકશે. કોરોના દર્દીને મતદાન માટે સાંજે 5 થી 6 વાગ્યા સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે.

મતદાનના દિવસે સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓ અને કોરોના સંક્રમીતો પણ મતદાન મથકે જઈને મતદાન કરી શકશે. કોરોનાગ્રસ્ત કે શંકાસ્પદ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને હેન્ડગ્લવ્ઝ પહેરાવીને, સેનેટાઈઝ કરીને, ટેમ્પરેચર ચેક કરીને મત આપવા દેવા જવા દેવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">