મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, 18 થી 45 વર્ષના લોકોને ફ્રીમાં મળશે કોરોના રસી

દેશમાં 1લી મેથી 18થી ઉપરના લોકોને રસી લગાવવાનું શરૂ થશે. મહારાષ્ટ્ર સરકારે 18થી 45 વર્ષના લોકોને રસી મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. બંને ડોઝ સરકાર મફતમાં આપશે.

  • TV9 Webdesk13
  • Published On - 18:17 PM, 25 Apr 2021

દેશમાં 1લી મેથી 18થી ઉપરના લોકોને રસી લગાવવાનું શરૂ થશે. હજુ અનેક રાજ્યોમાં રસી ફ્રી મળશે કે કેમ તેને લઈને મુંઝવણ છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે 18થી 45 વર્ષના લોકોને રસી મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. બંને ડોઝ સરકાર મફતમાં આપશે. કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે. જે બાદ કેબિનેટ પ્રધાન નવાબ મલિકે આ અંગેની જાહેરાત કરી.

મલિકે કહ્યું કે, 18 થી 45 વર્ષના લોકોને સરકાર મફતમાં રસી આપશે. સરકાર ગ્લોબલ ટ્રેડર્સને આમંત્રિત કરશે. જેના ભાવ સૌથી નીચા હશે તે કંપનીની વેક્સિન ખરીદશે. 14 થી 15 કરોડ વેક્સિન ખરીદાશે અને મહારાષ્ટ્રની જનતાને વેક્સિન ફ્રીમાં આપીશું.

 

આ પણ વાંચો: Porbandar: ઓક્સિજનના વેપારીઓને ત્યાં પોલીસનું કડક ચેકીંગ, કાળા બજાર કે કૃત્રિમ અછતને રોકવા કરાયું ચેકીંગ