Localbodypoll2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને લઈ bjp સજ્જ, ગુરૂવારથી ઉમેદવારોનાં નામની જાહેરાત

Localbodypoll2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને લઈને ભાજપ સજ્જ થઈ ચુક્યું છે. ભાજપની ત્રિ-દિવસીય પાર્લામેન્ટરી બેઠક પૂર્ણ થઈ છે જેમાં 6 મહાનગરાપાલિકા માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે મંથન થયું, અને આખરે મૂરતિયાઓને પસંદ કરી લેવાયા છે

| Updated on: Feb 03, 2021 | 6:23 PM

Localbodypoll2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોને લઈને ભાજપ સજ્જ થઈ ચુક્યું છે. ભાજપની ત્રિ-દિવસીય પાર્લામેન્ટરી બેઠક પૂર્ણ થઈ છે જેમાં 6 મહાનગરાપાલિકા માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે મંથન થયું, અને આખરે મૂરતિયાઓને પસંદ કરી લેવાયા છે ત્યારે હવે શક્યતા સેવાઈ રહી છે કે, આવતીકાલ સાંજ એટલે કે, ગુરૂવારથી ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. તમામ વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ટેકેદારોને પણ દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દેવાઈ છે તો સાથે જ બેઠક બાદ કોરા મેન્ડેટ કમલમ્ પણ પહોંચાડી દેવાયા છે. ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ શહેર સંગઠનમાં મોકલાશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">