Kutch: નર્મદાનું પાણી વિતરણ કરતા મુખ્ય સંપનો ટાંકો ખુલ્લો, ભુજના શહેરીજનોને દુષિત પાણી મળતું હોવાની રાવ

Kutch: ભુજ (Bhuj)ને નર્મદાનું પાણી વિતરણ કરતા મુખ્ય સંપનો ટાંકો ખુલ્લો હોવાની અને તેનાથી શહેરીજનોને પાણી પીવા માટે દુષીત પાણી મળતુ હોવાની ફરીયાદ ઉઠી હતી.

  • Publish Date - 10:28 pm, Mon, 14 June 21 Edited By: Kunjan Shukal

Kutch: ભુજ (Bhuj)ને નર્મદાનું પાણી વિતરણ કરતા મુખ્ય સંપનો ટાંકો ખુલ્લો હોવાની અને તેનાથી શહેરીજનોને પાણી પીવા માટે દુષીત પાણી મળતુ હોવાની ફરીયાદ ઉઠી હતી. જો કે આજે ભુજના ધારાસભ્ય અને પાલિકાની ગ્રાન્ટમાંથી કુકમાં સંપ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે પાણી શુદ્ધીકરણ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

 

 

28 એમ.એલ.ડી જેટલુ પાણી શુદ્ધ કરી શકે તેટલી ક્ષમતાવાડો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, જેથી હવે પાણી શુદ્ધ થઈ શહેરીજનોને મળશે. ભુજના ધારાસભ્યની ઉપસ્થિતીમાં આજે તે કાર્યરત કરાયુ હતુ. જો કે કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના નિયમોનો સરેઆમ ભંગ થયો હતો.

 

મોટી સંખ્યામાં લોકો સામાજિક અંતર રાખ્યા વગર જોવા મળ્યા હતા અને ભાજપના નગરસેવક સહિત અનેક કાર્યક્રરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે ધારાસભ્યએ આ અંગે કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો તો ભુજ પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે પણ નિયમોના ભંગ મુદ્દે બોલવાનું ટાળ્યુ હતુ.

 

આ પણ વાંચો : Surat: શહેર વચ્ચે પસાર થતી ખાડીમાં મચ્છરોનો ત્રાસ, સફાઈના નામે આશ્વાસન આપતા નેતાઓથી સ્થાનિકો અકળાયા

 

Click on your DTH Provider to Add TV9 Gujarati