અદાણી ગ્રુપમાં આ વ્યક્તિને મળી મોટી જવાબદારી, APSEZના મેનેજિંગ ડિરેક્ટર બન્યા
અદાણી પોર્ટમાં નવા એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટરની નિયુક્તી કરવામાં આવી છે. આ વ્યક્તિ અગાઉ અદાણી પોર્ટમાં કંપનીના સીઈઓ તરીકેની જવાબદારી સંભાળતા હતા. અત્યાર સુધી ગૌતમ અદાણી કંપનીના એમડી પદ પર હતા. હવે તેઓ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા છે.
અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટમાં કરણ અદાણીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને કંપનીના એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. અગાઉ તેઓ અદાણી પોર્ટમાં કંપનીના સીઈઓ તરીકેની જવાબદારી સંબાળતા હતા. અત્યાર સુધી ગૌતમ અદાણી કંપનીના એમડી પદ પર હતા. હવે તેઓ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા છે.
કંપનીના બોર્ડે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિસાન મોટર્સના ભૂતપૂર્વ ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વની ગુપ્તાની નિમણૂકને પણ મંજૂરી આપી છે.
આ પ્રસંગે અદાણી પોર્ટના નવા એમડી કરણ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના નવા સીઈઓ તરીકે અશ્વિની ગુપ્તાને આવકારતાં અમને આનંદ થાય છે. તેમની નિમણૂક એ પોર્ટ સેક્ટરમાં અમારી વૈશ્વિક નેતૃત્વની સ્થિતિને મજબૂત કરવા માટે એક વ્યૂહાત્મક પગલું છે.

Karan Adani
કરણ અદાણીનો કાર્યકાળ
કરણ અદાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના પુત્ર છે. તેઓ 2009માં અદાણી ગ્રુપમાં જોડાયા હતા. 2016માં કરણ અદાણીને કંપનીના CEO બનાવવામાં આવ્યા હતા. આ પછી અદાણી પોર્ટે ઝડપથી તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો હતો.
આ સમયગાળા દરમિયાન ચાર નવા બંદરો અને ટર્મિનલ હસ્તગત કરવામાં આવ્યા હતા, જેમાંથી એક શ્રીલંકામાં અને એક ઈઝરાયેલમાં છે. હાલમાં અદાણી પોર્ટ ઝડપથી વિકસતું બિઝનેસ ગ્રુપ છે. અદાણી પોર્ટ ભારતમાં અને વિદેશમાં 14થી વધુ પોર્ટ ધરાવે છે.
આ પણ વાંચો : સેમિકન્ડક્ટરનું પરીક્ષણ કરતી ભારતની એક માત્ર કંપનીએ રોકાણકારોને બનાવ્યા લખપતિ, 3 રૂપિયાના શેરના થયા 77 રૂપિયા

