વેક્સીન લગાવાની અપીલ કરવા માટે ટ્રોલ થઈ Kangana Ranaut, યુઝરે કહ્યું- ‘દીદી ખોટું બોલી રહી છે’

તાજેતરમાં કંગના રનૌતે એક વીડિયો પોસ્ટ કર્યો છે. કંગના રનૌતે વીડિયો શેર કરતાં કહ્યું કે કોરોના વાયરસને કારણે ઘણા લોકો નેગેટિવ ફિલ કરી રહ્યા છે, પરંતુ આ સમય નેગેટિવ ફિલ કરવાનો નથી, પણ વેક્સીન મેળવીને પોઝિટિવ રહેવાનો છે.

  • tv9 webdesk40
  • Published On - 16:29 PM, 29 Apr 2021
વેક્સીન લગાવાની અપીલ કરવા માટે ટ્રોલ થઈ Kangana Ranaut, યુઝરે કહ્યું- 'દીદી ખોટું બોલી રહી છે'
Kangana Ranaut

અભિનેત્રી કંગના રનૌત હંમેશાં પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી કંગનાને દેશથી લઈને વિદેશી મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાયો રાખતી જોઇ શકાય છે. જેના કારણે તે ઘણી વખત ટ્રોલ્સના નિશાનમાં પણ આવે છે. જો કે, કંગનાને ટ્રોલ્સ (Kangana Ranaut Troll) થી કોઈ ફર્ક નથી પડતો અને તે આ વાત પોતાના પોસ્ટથી સાબિત કરતી રહે છે. હવે કંગના રનૌત લોકોને જાગૃત કરતી જોવા મળી રહી છે.

તાજેતરમાં કંગના રનૌતે એક વીડિયો પોસ્ટ કર્યો છે. કંગના રનૌતે વીડિયો શેર કરતાં કહ્યું કે કોરોના વાયરસને કારણે ઘણા લોકો નેગેટિવ ફિલ કરી રહ્યા છે, પરંતુ આ સમય નેગેટિવ ફિલ કરવાનો નથી, પણ વેક્સીન લગાવીને પોઝિટિવ રહેવાનો છે. કંગનાએ પણ વેક્સીન લગાવાનાં ફાયદા જણાવ્યા છે અને કહ્યું છે કે તે તેમના સ્ટાફ અને પરિવારના તમામ સભ્યોને વેક્સિનેશન કરાવશે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

 

જો કે, આ વીડિયોમાં કંગનાએ ઉતાવળમાં કેટલીક એવી વાત બોલી દિધી કે જેના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. આ વીડિયોમાં કંગનાએ ભારતને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ગણાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે વેક્સીનને દવા બોલી દિધી અને કોરોના ફાટી નીકળવા માટે વસ્તીને દોષી ઠેરવી હતી. તે જ સમયે, કેટલાક યુઝર્સ કંગનાને એ પણ પુછે છે કે જ્યારે વસ્તી કારણ છે, તો તેમણે કુંભ મેળો અને રાજકીય રેલીઓને રોકવા માટે વીડિયો કેમ શેર નથી કર્યોં.

 

 

 

અગાઉ કંગના રનૌતને ઓક્સિજનના મામલે સરકારની હિમાયત કરવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી. નારાજ લોકોની સામે, સરકારની હિમાયત કરવી કંગનાને ભારે પડી ગઈ હતી. કંગનાએ ટ્વીટ કર્યું હતું, ‘જો સમજમાં આવે તો તથ્યો જાણો. ભારી જનસંખ્યા, અભણ, ગરીબ અને ખૂબ જટિલ દેશને સંચાલન કરવું સરળ નથી. દરેક જણ પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. નુકસાનની ભરપાઇ કરી શકાતી નથી, પરંતુ આપણે આભારી હોવું જોઈએ, જેઓ હંમેશા તમારા માટે હાજર હોય છે. તેને તમારુ પંચીગ બેગ ન બનાવો.

આ પણ વાંચો :- Irrfan Khan death anniversary: ‘જ્યારે જીવન તમારા હાથમાં લીંબુ પકડાવે છે, ઇરફાન ખાનનો આ સંદેશ સાંભળીને આજે પણ ભાવુક થઈ જાય છે ચાહકો

આ પણ વાંચો :- Sonu Soodએ લોન્ચ કરી ‘ફ્રી કોવિડ હેલ્પ’, ઘરે બેસીને કોરોના ટેસ્ટથી લઈને ડોકટરોની મેળવી શકાશે સલાહ