Kam Ni Vaat: વગર રોકાણે કરો ટેક્સમાં બચત, જાણો ટેક્સ બચતના ઉપાય

ઘણા લોકો ટેક્સ બચાવવા માટે છેલ્લી ઘડી સુધી કેલ્ક્યુલેશન કરે છે અને રોકાણ કરી દે છે, જો કે રોકાણ કર્યા વગર પણ ટેક્સ બચાવી શકાય છે. જો તમે પણ કોઈ રોકાણ કર્યા વગર ટેક્સ બચાવવાનો વિચાર કરી રહ્યા છો તો આ જરૂરી વિકલ્પ જાણી લો.

Dipali Barot
| Edited By: | Updated on: Jul 09, 2022 | 10:34 PM

ઈન્કમ ટેક્સ (Income tax) બચાવવા લોકો અલગ અલગ વિકલ્પ પસંદ કરે છે. ઘણા લોકો અલગ અલગ જગ્યાએ રોકાણ (Investment) કરીને ટેક્સ બચાવવાની યોજના (Tax saving plan) બનાવે છે. ઘણા લોકો ટેક્સ બચાવવા માટે છેલ્લી ઘડી સુધી કેલ્ક્યુલેશન કરે છે અને રોકાણ કરી દે છે, જ્યાં ટેક્સમાં છૂટ (Tax exemption) મળતી હોય ત્યાં લોકોને ટેક્સ બચાવવા માટે કોઈ નવું રોકાણ કરવું પડે છે. જો કે રોકાણ કર્યા વગર પણ ટેક્સ બચાવી શકાય છે. જો તમે પણ કોઈ રોકાણ કર્યા વગર ટેક્સ બચાવવાનો વિચાર કરી રહ્યા છો તો આ જરૂરી વિકલ્પ જાણી લો.

મકાનનું ભાડું

  1. જો તમે ભાડાના મકાનમાં રહો છો તો આવકવેરા અધિનિયમન અંતર્ગત HRA ભથ્થામાં છૂટનો દાવો કરી શકો છો.
  2. સેક્શન 10 અંતર્ગત તમને HRA ભથ્થા પર પૂરી છૂટ અથવા તો આંશિક છૂટ મળી શકે છે.
  3. જો તમે તમારા માતા-પિતા સાથે રહો છો તેમને ભાડાનું ચુકવણું કરી ટેક્સ છુટનો લાભ લઈ શકો છો.
  4. જો તમારું માસિક ભાડું 3 હજારથી વધુ છે તો HRA છૂટનો દાવો કરવા માટે ભાડાની રસીદ આપવી જરૂરી છે.
  5. જો તમારું ભાડુ (House Rent) વાર્ષિક 1 લાખ કરતા વધુ છે તો HRA છૂટનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારે ભાડાની રિસીપ્ટ સહિત મકાન માલિકનો પાન નંબર પણ આપવો પડશે. આ રીતે તમારો TDS પણ ઓછો કપાશે.

બાળકોની ફી

  1.  ટેક્સમાં છૂટ મેળવવા માટે બાળકોની ફી અને હૉસ્ટેલનો ખર્ચ બેસ્ટ વિકલ્પ બની શકે છે.
  2.  સેક્શન 10(14) હેઠળ તમે બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ બતાવી આવકવેરામાં છૂટ મેળવી શકો છો.
  3.  વાર્ષિક શિક્ષણ અલાઉન્સ (Annual Education Allowance) 1,200 રુપિયા અને હૉસ્ટેલ ખર્ચ 3,600 રુપિયા સુધી જ ટેક્સ છૂટના માળખામાં આવી શકે છે. એ પણ માત્ર 2 બાળકો માટે જ.
  4.  સેક્શન 80C અંતર્ગત બાળકોના અભ્યાસના ખર્ચ પર ટેક્સ છૂટ લઈ શકાય છે.
  5.  તમે બે બાળકોના અભ્યાસ પર થયેલા ખર્ચા માટે ઈન્કમ ટેક્સની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ લઈ શકો છો.

હોમ લોનની ચૂકવણી

  1. સેક્શન 80C અંતર્ગત હોમ લોનની (Home loan) મૂળ રકમ બતાવી કર છૂટ મેળવી શકાય છો.
  2.  જેમાં તમે 1.5 લાખ સુધીનો દાવો કરી શકો છો.
  3.  મહત્વપૂર્ણ છે કે આવી સંપત્તિ એટલે કે ઘર પઝેશન મળ્યાના 5 વર્ષ સુધી વેચી નથી શકાતી.
  4.  જો આ તમારું પ્રથમ ઘર છે તો વધારાની 50,000 હજારની છૂટ મળશે. તમને વ્યાજની મૂળ રકમ પર કર મુક્તિ મળે છે.
  5.  સેક્શન 80EE હેઠળ ઘરના માલિકને હોમ લોન EMIના વ્યાજ પર 50 હજાર રૂપિયા (કલમ 24)ના વધારાના કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે.
  6.  જો કે લોન રૂ. 35 લાખથી વધુ ન હોવી જોઇએ અને મિલકતની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ.

મેડિકલ ખર્ચ

  1. સેક્શન 80D હેઠળ મેડિકલ ઈન્શ્યોરન્સ (Medical insurance) અને હેલ્થ ચેકઅપ (Health checkup)માં થયેલા ખર્ચ પર 25,000 રુપિયા સુધીની છૂટ મળી શકે છે.
  2. જો તમે 60 વર્ષથી વધુની ઉંમરના માતા-પિતા માટે મેડિકલ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ (Medical insurance premium) આપો છો તો તમને વધારાના 25,000 રુપિયા ટેક્સમાં છૂટ મળી શકે છે.
  3. આ ઉપરાંત સેક્શન 80Dમાં તમે કોઈ પણ પ્રકારના બિલ વગર હેલ્થ ખર્ચના 5000 રુપિયાની કર છૂટ મેળવી શકો છો.

એજ્યુકેશન લોન

  1. સેક્શન 80E અંતર્ગત એજ્યુકેશન લોન (Education loan) પરના વ્યાજ પર પણ ટેક્સ છૂટ મેળવી શકાય છે.
  2. આ ડિડક્શનનો (Deduction) ફાયદો જે વર્ષથી વ્યાજ શરૂ થાય ત્યારથી 8 વર્ષ સુધી મેળવી શકાય છે.
  3. પરંતુ એક શરત છે કે લોન 12મું પાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવી હોવી જોઈએ.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">